Team Chabuk-Gujarat Desk: મોરબીમાં તૂટેલા ઝૂલતા પુલમાં અનેક લોકોના પરિવારજનો છીનવાઈ ગયા છે. ઝૂલતા પુલ પર હરવા-ફરવા ને મોજ-મસ્તી કરવા ગયેલા અનેક લોકો ઘરે પરત ફર્યા નથી. મોતનો આંક વધી રહ્યો છે. ત્યારે આ દુર્ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે. જેમાં દેખાઈ રહ્યું છે કે, ગણતરીની સેકન્ડમાં જ ઝૂલતો પુલ તૂટે છે અને લોકો મચ્છુ નદીમાં નીચે ખાબકે છે.
આ CCTV ફૂટેજમાં જણાઈ રહ્યું છે કે, ગઈકાલે 30 ઓક્ટોબરના રોજ સાંજે 6-32 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બને છે. લોકો મુક્તમને ઝૂલતા પુલ પર ચાલી રહ્યા છે. આ દરમિયાન જ અચાનક એક બાજુથી પુલના દોરડા તૂટી પડે છે અને લોકો સીધા જ નીચે પાણીમાં ગરકાવ થઈ જાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
