Homeગુર્જર નગરીજૂનાગઢમાં ફરાર આરોપીએ પોલીસ પર જ લાકડી વડે હુમલો કર્યો

જૂનાગઢમાં ફરાર આરોપીએ પોલીસ પર જ લાકડી વડે હુમલો કર્યો

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના જગમાલ ચોકમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ થયો છે. અહીં પોલીસે એક ડમી ગ્રાહકને મોકલી છટકું ગોઠવ્યું હતું. આ કુટણખાનું મહિલા સંચાલિત હતું. પોલીસે ઘરમાંથી એક ગ્રાહક અને મહિલા સંચાલકની ધરપકડ કરી છે જ્યારે અન્ય ચાર મહિલાઓને છોડાવી છે.

જૂનાગઢના જગમાલ ચોકના આદિનાથ એપાર્ટમેન્ટમાં બ્લોક નંબર 303માં રહેતી 42 વર્ષીય મહિલા મનીષા નીરજભાઈ વીઠલાણી બહારથી મહિલાઓ અને પુરુષોને બોલાવી ઘરમાં જ કુટણખાનું ચલાવતી હતી. જે અંગેની બાતમી મળતા સાંજના સમયે એ ડિવીઝનના પીએસઆઈ એ.કે.પરમાર અને પોલીસ સ્ટાફે એક ડમી ગ્રાહકને મોકલ્યો હતો અને આ સમગ્ર કુટણખાનાનો પર્દાફાશ કરી દીધો હતો.

મહિલા દ્વારા સંચાલિત કુટણખાનામાં જે મહિલાઓ મળી આવી છે તે અમદાવાદ, મુંબઈ, રાજકોટ અને આણંદની છે. અહીંથી કોન્ડમના છ પેકેટ, ફોન તેમજ 1760 રૂપિયાનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો.

સુખનાથ ચોકમાં પોલીસ પર હુમલો

જૂનાગઢમાં ફરાર શખ્સને પકડવા માટે ગયેલા પોલીસ કોન્સ્ટેબલ પર શહેરના નામચીન વ્યક્તિએ લાકડી વડે હુમલો કરતા અને પોલીસ સાથે ઝપાઝપી કર્યાની અને ધમકી આપ્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે.

આ ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢના સુખનાથ ચોકમાં રહેતો મોહસીન ઉર્ફ હોલે હોલે ફિરોજ મલેક નામનો શખ્સ પ્રોહિબિશન અને ફરજ રૂકાવટમાં છેલ્લા ચાર મહિનાથી ફરાર હતો. ફરાર શખ્સ સાંજના સુખનાથ ચોકની પાસે ઊભો હતો. તેને ઓળખી પાડતા પેટ્રોલિંગમાં રહેલા કોન્સ્ટેબલ જેઠાભાઈ કોડિયાતર સહિતના અન્ય પોલીસકર્મીઓ તેને પકડવા માટે ગયા હતા.

આ વખતે લાગ જોઈને મોહસીને બાઈકમાંથી લાકડી કાઢી જેઠાભાઈના માથાના ભાગે હુમલો કર્યો હતો. જોકે જેઠાભાઈએ સમયસૂચકતા વાપરી લાકડી પકડી લેતાં તેમને ખભાના ભાગે ઈજા પહોંચી હતી. જે પછી અન્ય પોલીસકર્મીઓ તેને પકડવા આવતા ધમકી આપી હતી. જેથી ફરજ પર રૂકાવટના ગુનામાં તેની ધરપકડ કરી ગુનો નોંધવામાં આવ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments