Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં ભાજપના આઈટી સેલમાં કામ કરનારા એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. તેના વિરુદ્ધ સુરતના બીજેપી અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા અને પાર્ટીના અન્ય નેતાઓની વિરુદ્ધ આપત્તિજનક પોસ્ટ કરી હોવાનો આરોપ લાગ્યો છે. આ ધરપકડથી ભાજપના કેટલાય નારાજ નેતાઓ અને કાર્યકર્તાઓએ મોર્ચો ખોલ્યો છે. નેતાઓ દ્વારા પાર્ટીમાંથી રાજીનામું આપવાની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.
19 અલગ અલગ ફેસબુક એકાઉન્ટ
પોલીસે જેની ધરપકડ કરી તેનું નામ નિતેશ વાનાણી છે. એ સુરતમાં ભાજપના આઈટી સેલમાં કામ કરે છે. સુરતની ગ્રામીણ સાઈબર ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઈન્સ્પેક્ટર પ્રશાંત ખોખરાએ આ અંગે જણાવ્યું કે, ‘‘નિતેશ વાનાણીએ પોલિટિકલ પાર્ટીના નેતાઓની વિરુદ્ધ આપત્તિજનક પોસ્ટ કરી. જેનાથી એ નેતાઓની છબિ ખરડાઈ છે. આ પોસ્ટ 19 અલગ અલગ ફેસબુક એકાઉન્ટમાંથી કરવામાં આવી છે. આ તમામ ફેક એકાઉન્ટ છે. આ પોસ્ટને 12 કોમ્પ્યુટર સિસ્ટમ દ્વારા વાઈરલ કરવામાં આવી. આ જ કેસમાં નિતેશ વાનાણીની ધરપકડ કરવામાં આવી છે.’’
પોલીસે ધરપકડ કરી
સુરતમાં પલસાણા વિસ્તારમાં રહેનારા સામાજિક કાર્યકર્તા વિભાભાઈ ચોસલાએ આ અંગે FIR નોંધાવી હતી. એ પછી પોલીસે નિતેશની તેની જ ઓફિસમાંથી ધરપકડ કરી હતી. પોલીસે તેના વિરુદ્ધ હુલ્લડ ફેલાવવાની, શાન્તિ ભંગ કરવાની, અશ્લિલ કે આપત્તિજનક વાતો કહેવાની અને અપરાધિક ષડયંત્ર રચવા સાથે જોડાયેલી આઈપીસીની કલમો લગાવી છે. આ સિવાય આઈટી એક્ટ હેઠળનાં પણ આરોપો લગાવવામાં આવ્યા છે.
નિરંજન ઝાંઝમેરા વિરુદ્ધ પણ પોસ્ટ કરી
FIRમાં એ પણ આરોપ લાગ્યા છે કે નિતેશ અને તેના સાથીઓ નવી નવી ફેસબુક પ્રોફાઈલ બનાવીને નેતાઓની વિરુદ્ધ આપત્તિજનક વાતો લખી રહ્યાં હતાં. અપશબ્દોનો ઉપયોગ પણ કરી રહ્યાં હતાં. પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપર શોષણના આરોપ પણ લગાવી રહ્યાં હતાં. આ લોકોએ સુરત શહેરના ભાજપના અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા વિરુદ્ધ પણ કેટલીક પોસ્ટ કરી હતી.
નિતેશને ભાજપના જ નેતાઓનું સમર્થન
નિતેશ કોમર્સ ગ્રેજ્યુએટ છે. રિયલ એસ્ટેટ બ્રોકરનું પણ કામ કરે છે. ભાજપનો સક્રિય કાર્યકર્તા પણ રહ્યો છે. નિતેશની ધરપકડ બાદ ભાજપના જ કેટલાય કાર્યકર્તાઓ અને નેતાઓ તેની વ્હારે આવ્યા છે. જેમાં સુરત શહેરના 6 વોર્ડના અધ્યક્ષની સાથે ચાર મહામંત્રીનો પણ સમાવેશ થાય છે. જેમાંથી ઘણાએ તો ભાજપમાંથી રાજીનામું આપવા સુધીની વાત કરી દીધી છે. આમાંથી કેટલાક લોકો એવા આરોપ લગાવી રહ્યા છે કે સુરત ભાજપના કેટલાક નેતાઓના ઈશારા પર નિતેશની ધરપકડ કરવામાં આવી છે.
નિતેશની ભાજપ માટે સક્રિય ભૂમિકા
નામ ન દેવાની શરતે એક વોર્ડ અધ્યક્ષે જણાવ્યું છે કે પાટીદાર આંદોલનના સમયે પણ નિતેશે ભાજપ માટે ઓનલાઈન મોર્ચો સંભાળ્યો હતો. એક કાર્યકર્તાની સાથે આ પ્રકારનું વર્તન સહન ન કરી શકાય. બીજી બાજુ સુરત ભાજપના અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરાનું માનવું છે કે આ ઘટનાથી શહેરના ભાજપના કાર્યકર્તાઓની વચ્ચે ગુસ્સો ફૂટી નીકળ્યો છે. જોકે તેમણે એ પણ કહ્યું છે કે અત્યાર સુધી કોઈએ પણ પાર્ટીમાંથી રાજીનામું નથી આપ્યું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત