Team Chabuk-Gujarat Desk: થોડા સમય પહેલા એક સમાચાર પ્રગટ થયા હતા. સમાચાર જૂનાગઢના ભેંસાણના જ હતા, જેમાં એક ભાઈ પેન્શન બંધ થયું હોય આ માટે કચેરીએ ગયા તો તેમને ખબર મળી કે તેઓ તો મરી ગયા છે. આ વાતની શાહીના ડાઘ હજુ સુકાયા નથી ત્યાં બીજી એક વૃદ્ધાને કાગળ પર મારી નાખવામાં આવી છે. આ વૃદ્ધાનું પણ પેન્શન જ ચાલુ હતું. વૃદ્ધાને પણ જાણીને આશ્ચર્ય થયું હતું કે તે હજુ જીવંત છે પણ કાગળ પર તેમને મારી નાખવામાં આવ્યા છે.
હજુ કેટલાક છે?
હાજુબહેન મુસાભાઈ સેતા નિરાધાર છે. જરૂરી કાગળો કર્યા હોવાથી માંડ માંડ તેમનું પેન્શન શરૂ થયું હતું. બાદમાં અચાનકથી આ વૃદ્ધાનું છેલ્લા પાંચ મહિનાથી પેન્શન બંધ હતું. ત્યાં જઈ પૂછપરછ કરી તો રોજકામમાં હયાત મળેલ નથી તેવુ દર્શાવી દેવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. આટલી ઘોર બેદરકારીના કારણે હવે તંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. અગાઉ એક ભાઈને કાગળ પર પૂરાં કરી નાખ્યા બાદ આ બીજો કિસ્સો છે. ખબર નહીં હજુ કેટલાય હોય?
તમારી માતા હયાત હોય તો પ્રમાણ લઈ આવો
આ આખી વાતનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે વૃદ્ધાની પુત્રી જુમાબહેને પાંચ વખત મામલતદાર કચેરીએ ધક્કા ખાધા. અહીં જ્યારે પણ જાય એક જ જવાબ મળે કે ગ્રાન્ટનાં અભાવના કારણે પેન્શન બંધ કરવામાં આવ્યું છે. બેંકમાં જઈ એન્ટ્રી પડાવી આવો. બાદમાં એક બીજી વાતનું રટણ કર્યું હતું કે, તમારા માતા હયાત હોય તો પ્રમાણ લઈ આવો અને ફોર્મ ભરો એટલે પેન્શન શરૂ થઈ જાય.
આ પહેલા કાળાભાઈને મારી નાખેલા
ભેંસાણમાં રહેતા એક વૃદ્ધ કાળાભાઈ રામાભાઈ પરમારને નિયમ મુજબ દર મહિને સરકાર તરફથી પેન્શન પ્રાપ્ત થતું હતું. જોકે ચાર મહિના થયા છતાં વૃદ્ધના ખાતામાં પેન્શન નહોતું આવ્યું એટલે વૃદ્ધ ચિંતિત થઈ ગયા હતા. એ જ્યારે આ અંગેની રજૂઆત કરવા માટે કચેરીએ પહોંચ્યા તો ચારે ખાનો ચિત્ત થઈ ગયા હતા, કારણ કે રેકોર્ડ પર તેમને મૃત ઘોષિત કરી દીધા હતા. છેલ્લા ચાર મહિનાથી આ વૃદ્ધ પેન્શન વિહોણા હોય મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. બાદમાં જે તે જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવતા કાળાકાકાને ખબર મળી હતી કે હું તો જીવતો જ નથી. કચેરીમાં પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. અંતે નિયમ મુજબ કાળાભાઈએ પોતે કાગળિયાં રજૂ કર્યાં હતા અને તેમને ફરી જીવંત કરવામાં આવ્યા હતા. બોલો, આપણે જીવતા છીએ એને પૂરાવો આપણે નહીં પણ કાગળ છે!
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
