Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં હાર્ટ એટેકના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. નાની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે. ત્યારે આજે રાજકોટ નજીક આવેલા રીબડામાં સ્વામિનારાયણ ગુરુકુળ (SGVP) ગુરુકુળમાં ગુરુપૂર્ણિમાની ઉજવણીના કાર્યક્રમની શરૂઆત થાય તે પહેલાં જ એક વિદ્યાર્થીને સ્ટેજ પર હાર્ટ એટેક આવતા તેનું મોત થયું છે. ધોરણ 10ના વિદ્યાર્થીને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતાં તો ઢળી પડ્યો હતો. જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે ત્યાં હાજર ડોક્ટરોએ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો. ધોરણ 10ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થતાં શાળા અને પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
રીબડામાં આવેલા SGVP ગુરુકુળમાં આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુકુળમાં કાર્યક્રમ હતો. આ કાર્યક્રમને લઈને મૃતક વિદ્યાર્થી દેવાંશ અન્ય બે મિત્રો સાથે મળી પોડિયમ ઉપાડી બાજુ પર મૂકી કાર્યક્રમની તૈયારી કરતો હતો.. 10માં અભ્યાસ કરતા ધોરાજીના મૂળ દેવાંશ ભાયાણી સ્ટેજ પર માઈકનું સ્ટેન્ડ મૂકવા જતો હતો ત્યારે જ તેને છાતીમાં અચાનક દુઃખાવો ઊપડતા ઢળી પડ્યો હતો. આથી ગુરુકુળના વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. દેવાંશને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો, પરંતુ સારવાર મળે એ પહેલાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો. દેવાંશનું હાર્ટ-એટેકથી મોત થયાનું તબીબોએ જણાવ્યું હતું. એકના એક પુત્રના મોતથી પરિવાર પર આફતનું આભ ફાટ્યું છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબના જણાવ્યા મુજબ, દેવાંશને અગાઉથી જ હૃદયની બીમારી હોઈ શકે છે. પ્રાથમિક રીતે જોતાં સામાન્ય યુવાનના હૃદય કરતાં બમણું વજન દેવાંશના હૃદયનું જોવા મળ્યું છે. બીમારી અગાઉથી પણ હોઈ શકે છે, પરંતુ આજે અચાનક આવેલા મોતનું કારણ શું છે એ જાણવા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ તેના મોતનું સચોટ કારણ સામે આવી શકે એમ છે.
મૃતક દેવાંશના પિતા વીંટુભાઈ ભાયાણી ધોરાજીમાં ભૂમિ પોલિમર પ્લાસ્ટિક પાઇપ બનાવવાનું કારખાનું ધરાવે છે અને આજે તેમનો એકનો એક દીકરો દેવાંશ અચાનક મૃત્યુ પામતાં સમગ્ર ભાયાણી પરિવારમાં માતમ છવાઇ ગયો છે. દેવાંશના મોત અંગેની જાણકારી પરિવારજનોને આપવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
