Homeગુર્જર નગરીચોરવાડ: જેની સાથે સગાઈ થઈ તેની સાથે શરીર સંબંધ બાંધી લગ્નની ના...

ચોરવાડ: જેની સાથે સગાઈ થઈ તેની સાથે શરીર સંબંધ બાંધી લગ્નની ના પાડી દેતા પોલીસ ફરિયાદ નોંધાઈ

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢના ચોરવાડમાં લગ્ન પહેલા સંબંધો બાંધી યુવતીને તું તારા રસ્તે હું મારા રસ્તે કરી, સાસુ-સસરાને ગાળો આપનારા ભાવી ધણી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ યુવકે પહેલા તો યુવતી સાથે સગાઈ કરી હતી પણ બાદમાં તેને પોતાના ઘરે વારંવાર લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. સગીરા એ વાત પર ભોળવાઈ ગઈ હતી કે યુવકની તેની સાથે સગાઈ થઈ છે તો ભવિષ્યમાં લગ્ન કરશે જ, પણ તેની જગ્યાએ યુવકે તેના પિતાને ગાળો ભાંડી હતી અને લગ્ન કરી દેવાનો નનૈયો ભણી દેતા, આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

અગિયાર મહિના પહેલા ચોરવાડના રામવાવ ચોકમાં રહેતા 26 વર્ષીય દીનુની સગાઈ તેના જ ગામ ચોરવાડમાં થઈ હતી. જે સમયે સગાઈ થઈ ત્યારે કન્યા સગીર હતી. ગત વર્ષે દીનું એક મહિના સુધી યુવતીને પોતાના ઘરે તેડી ગયો હતો અને ઘરમાં કોઈ ન હોય ત્યારે સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ શરીરસુખ માણ્યું હતું.

જોકે સગાઈ બાદ તેણે એક દિવસ પોતાના સાસુ-સસરાને એલફેલ ગાળો ભાંડી હતી અને લગ્ન કરવાની ના પાડી દીધી. લગ્ન પહેલા તેણે શું શું કર્યું તેની જાણ પડતા યુવતીના માતા પિતાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. આખરે આ સમગ્ર ઘટનાની તેમણે પોલીસ ફરિયાદ નોંધી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments