Homeગામનાં ચોરેગૃહમંત્રીએ કરેલી વાતચીત બાદ અસમ અને મિઝોરમ ઢીલા પડ્યા

ગૃહમંત્રીએ કરેલી વાતચીત બાદ અસમ અને મિઝોરમ ઢીલા પડ્યા

Team Chabuk-National Desk: અસમ અને મિઝોરમ વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિને લઈ તણાવને ઓછો કરવાની કવાયત કરવામાં આવી રહી છે. બંને રાજ્યોના મુખ્યમંત્રીએ એ વાત પર સહમતી દર્શાવી છે કે તેઓ વાતચીત દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવશે. મિઝોરમના સીએમ જોરામથાંગાએ અસમના મુખ્યમંત્રી હેમંત બિસ્વ શર્મા અને ગૃહમંત્રી અમિત શાહની સાથે ફોન પર વાતચીત કર્યા બાદ જે પણ વિવાદ છે તેનો મૈત્રીપૂર્ણ રીતે ઉકેલ લાવવાનો વિશ્વાસ આપ્યો હતો.

મુખ્યમંત્રી જોરામથાંગાએ મિઝોરમના લોકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર કોઈ પણ એવી પોસ્ટ ન નાખે જેનાથી સ્થિતિ અત્યંત ખરાબ થઈ જાય. જોરામથાંગાના આ નિવેદનનું અસમના મુખ્યમંત્રી હેમંત બિસ્વ શર્મા દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું કે, સરહદ પર શાંતિ માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે.

ગૃહમંત્રી અમિત શાહે રવિવારના રોજ વાતચીત કર્યા બાદ મિઝોરમના મુખ્યમંત્રી જોરામથંગાએ જણાવ્યું હતું કે, ફોન કોલ દરમ્યાન નિર્ણય લેવામાં આવ્યો છે કે સીમા વિવાદનું સૌહાર્દપૂર્ણ રીતે સાર્થક સંવાદ દ્વારા સમાધાન કરવામાં આવે. આ અંગે તેમણે ટ્વવીટ કરી લખ્યું છે કે, ‘ફોન પર કેન્દ્રિય ગૃહમંત્રી અને અસમના મુખ્યમંત્રી સાથે વાતચીત થઈ એ મુજબ, અમે મિઝોરમ-અસમ સીમાવિવાદને સૌહાર્દપૂર્ણ માહોલમાં સાર્થક વાર્તા દ્વારા ઉકેલવા પર સહમત થયા છીએ.’

હેમંત બિસ્વ શર્માએ પણ ટ્વીટ કરી જાણકારી આપી અસમ પોલીસને નિર્દેશ આપ્યો હતો કે મિઝોરમથી રાજ્યસભા સાંસદ કે.વનલાલવેના વિરૂદ્ધ કરવામાં આવેલી ફરિયાદ પરત ખેંચવામાં આવે. જોકે હિંસામાં જે પોલીસ ઓફિસરો પર કેસ કરવામાં આવ્યો છે તે ચાલુ રહેશે.

હેમંત બિસ્વએ આગળ લખ્યું છે કે, ‘મેં માનનીય મુખ્યમંત્રી જોરામથાંગા દ્વારા મીડિયામાં આપવામાં આવેલા નિવેદનોને જોયા છે. જેમાં તેમણે સીમા વિવાદને સૌહાર્દપૂર્ણ રૂપથી ઉકેલવાની ઈચ્છા વ્યક્ત કરી છે. અમે અમારી સીમાઓ પર શાંતિ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આ જ સદભાવના ભાવને વધારવા માટે અસમ પોલીસને રાજ્યસભા સાંસદ કે.વનલાલવેના વિરૂદ્ધ કરવામાં આવેલી પ્રાથમિક તપાસ પરત લેવાના નિર્દેશ કર્યા છે. જોકે અન્ય આરોપી પોલીસ અધિકારીઓ વિરૂદ્ધ રહેલા કેસ ચાલતા રહેશે.’

અસમ પોલીસે મિઝોરમ રાજ્યના છ અન્ય અધિકારીઓ સામે સમ્મન જાહેર કર્યું છે અને તેમને સોમવારના રોજ ઢોલાઈ પોલીસ સ્ટેશનમાં હાજરી આપવાનું કહ્યું છે. આ અધિકારીઓમાં એક સિનીયર પોલીસ અધિકારીનો પણ સમાવેશ થાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments