Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પિન્ક કાર્ડ યોજના બાદ સિનિયર સિટીઝનો માટે વડીલ સ્વાભિમાન યોજના લોન્ચ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ૬૦ વર્ષથી વધુ વયના નાગરિકોને સરકારી કામ માટે અગ્રતા અપાશે. જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતેથી કલેક્ટર રચિત રાજે વડીલ સ્વાભિમાન યોજના હેઠળ ૧૦ લાભાર્થીઓને ગ્રે કાર્ડ વિતરણ કર્યા હતા. પ્રાથમિક તબક્કે આ યોજના માણાવદર અને વંથલી તાલુકામાં લાગુ કરવામાં આવી છે. હાલમાં આ યોજના હેઠળ વંથલી તાલુકાના ૪૭૪૬ લાભાર્થીઓની યાદી બનાવવામાં આવી છે.
સિનિયર સિટીઝનને અગ્રતા
આ યોજના અંગે કલેક્ટરે જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પ્રથમ વખત વરિષ્ઠ નાગરિકો માટે વડીલ સ્વાભિમાન યોજના શરૂ કરવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિમાં વડીલોની વંદના કરવામાં આવી છે. ત્યારે ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને સરકારી કામમાં લાઇનમાં ઉભુ ન રહેવું પડે, હાલાકી ન ભોગવવી પડે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ૬૦ વર્ષ કે, તેથી વધુ વયના નાગરિકોને સરકારી કામમાં અગ્રતા અપાશે. વરિષ્ઠ નાગરિકોને સરકારી કચેરીઓ ઉપરાંત ખાનગી, અર્ધ ખાનગી સંસ્થામાં પણ અગ્રતા મળે તે માટે પ્રયાસ કરવામાં આવશે.
ગ્રે કાર્ડના લાભાર્થીઓ
કલેક્ટર કચેરી ખાતે આજે જિલ્લા કલેક્ટર રચિત રાજના હસ્તે લાભાર્થીઓને ગ્રે કાર્ડ વિતરણ કરાયા હતા. જેમાં માણાવદરના બાવનભાઈ સરમણભાઈ વાદા, રમણિકભાઈ લીલાધરભાઈ ભુવા, ગુલાબબેન રમણિકલાલ ભુવા, અનંતકુમાર ગોરધનભાઈ દુધાત્રા, યોગેશભાઈ અમરસીભાઈ કક્કડ, વંથલીના નાવડાના જેરામભાઈ વીરાભાઈ વાણવી, મહોબતપુરના તેજાભાઈ આલાભાઈ બગડા, ચુનીલાલ દેવજીભાઈ ટીલવા, ગોરધનભાઈ સોલંકી, શાંતાબેન ચુનીલાલ ટીલવાને ગ્રે કાર્ડ વિતરણ કરવામાં આવ્યું હતું.
સિનિયર સિટીઝનને શુ ફાયદો થશે
સરકાર દ્વારા રાજ્યના દરેક નાગરિકો માટે કલ્યાણકારી યોજનાઓ કાર્યરત કરી છે. આ કલ્યાણકારી યોજનાઓમાં લાભાર્થીને મુશ્કેલી ન પડે સરળતાથી સરકારી સેવાનો લાભ લઈ શકે એ માટે જૂનાગઢ વહિવટી તંત્ર દ્વારા ગ્રે કાર્ડ યોજના લોન્ચ કરી છે. ગ્રે કાર્ડ હેઠળ ૬૦ વર્ષથી વધુના નાગરિકો આયુષ્યમાન ભારત અંગેની અરજી રેશનકાર્ડ સંબંધી કામગીરી ઘરેલુ નવા વીજ જોડાણ, જન્મ મરણના પ્રમાણપત્ર, આવકના દાખલો જેવી ૩૯ જેટલી સેવાઓનો લાભ લઈ શકાશે.
કઈ રીતે મળી શકશે ગ્રે કાર્ડ?
આ ગ્રે કાર્ડ મેળવવા માટે રેશનકાર્ડ, આધારકાર્ડ, જન્મ દાખલો અથવા લીવીંગ સર્ટિફિકેટ હોય તો આપવાનું રહેશે. આ કાર્ડ તાલુકા મથકે મામલતદાર ઓફિસથી નિકળશે. સરકારી કચેરીઓ સાથો સાથ ખાનગી અને અર્ધ ખાનગી સંસ્થાઓમાં પણ અપાશે અગ્રતા જૂનાગઢ જિલ્લામાં સિનિયર સિટીઝનો માટે ગ્રે કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે. આ કાર્ડ સરકારી કચેરીઓ સાથો સા ખાનગી અને અર્ધ ખાનગી સંસ્થામાં પણ અગ્રતા આપવામાં આવે તેવા કલેક્ટર દ્વારા પ્રયાસો કરાશે.
લાભાર્થીઓ શુ કહે છે?
માણાવદરના બાવનભાઈ સરમણભાઈ વાદાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ કલેક્ટર દ્વારા સિનિયર સિટીઝનો માટે ગ્રે કાર્ડ યોજના શરૂ કરી છે જે અંતર્ગત આજે મળે ગ્રે કાર્ડ મળ્યું છે. કલેક્ટરનો આભાર માનીએ કે, સરકારી કચેરીના કામકાજમાં અમને અગ્રતા આપવામાં આવી છે. સિનિયર સિટીઝનોને લાઈનમાં ઉભવુ ન પડે તે માટે આ યોજના શરૂ કરી છે તે ઉત્તમ છે.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ