Team Chabuk-Gujarat Desk: જૂનાગઢ જ્યારે અસામાજીક તત્વોનું ઠેકાણું બની ગયું હોય એવું લાગે છે. હજુ પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર ધર્મેશ પરમારની હત્યાના શાહીના ડાઘ સુકાયા નથી ત્યાં ફરી ધીંગાણું થયાના સમાચાર સામે આવી રહ્યા છે.
જૂનાગઢના ઢાલ રોડ વિસ્તારમાં આવેલ જનતા એગ્સની દુકાનમાં ગઈકાલે એક ટોળું ધસી આવ્યું હતું. નજીવી એવી બાબતે ધીંગાણું સર્જાયું હતું. જે પછી આ ઘટનાના મારામારીના દૃશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. જે હાલ સામે આવ્યા છે. વાતાવરણ ડહોળવાના પ્રયાસમાં આશરે ત્રીસ જેટલા લોકોની સામે મારમારીની ફરિયાદ નોંધાઈ છે.
સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે શહેરના ગીચ એવા અને બસ સ્ટેન્ડ નજીક આવેલા ઢાલ રોડ વિસ્તારમાં પ્રસિદ્ધ જનતા એગ્સની દુકાનમાં કેટલાક લોકોનું ટોળું ધસમસતું આવી પહોંચ્યું હતું. તેમની પાસે હથિયારો હતા. હુમલો કરવામાં આવતા ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. દુકાનની આસપાસ આવેલા વાહનોને નુકસાન થયું હતું. દંગલની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.
ઘટનાના મૂળ એ જગ્યાએ ધરબાયેલા છે કે જનતા એગ્સમાં અગાઉ કામ કરતો રિયાઝ બેલીમ નામનો વ્યક્તિ ત્યાં કામ કરી રહેલા અન્ય લોકને છૂટા કરવા માટે દબાણ કરતો હતો. આ વ્યક્તિને આવું ન કરવા માટે ફરિયાદીના પુત્ર સાહીલે જણાવ્યું હતું. જોકે સાહીલની વાતથી નિરાશ થઈ ઉત્તેજનામાં આવી જઈ રિયાઝે ગાળાગાળી કરી હતી.
જે પછી રિયાઝ ટોળકી લઈ દુકાને ધસી આવ્યો હતો. ટોળાએ હલ્લો મચાવી વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. આ ધબધબાટીમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા તો સામસામી ફરિયાદ પણ નોંધાઈ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત