ગુજરાતમાં પ્રિ-મોન્સૂનમાં જ ઘણી જગ્યાએ વરસાદનું આગમન થયું છે. રાજ્યમાં સત્તાવાર ચોમાસાના આગમન પહેલાં જ રાજ્યમાં અનેક જગ્યાએ મેઘાએ મંડાણ કર્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ચાર દિવસ વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં આજે રવિવારે અનેક ઠેકાણે મેઘરાજાનું આગમન થયું હતું.
રાજકોટમાં વરસાદ
રાજકોટ શહેરમાં પ્રિ-મોન્સૂનમાં આજે વર્ષાનું આગમન થયું હતું. રાજકોટ શહેરમાં આજે બફારાનો અહેસાસ થયો હતો. બપોર બાદ રાજકોટમાં વરસાદનું આગમન થયું હતું. વરસાદના કારણે રસ્તાપર પાણી ફરી વળ્યા હતા. રાજકોટમાં આવેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લોકોને પણ અસહ્ય ગરમીમાંથી થોડી રાહત મળી હતી.
અરવલ્લી જિલ્લામાં વરસાદ
આ તરફ અરવલ્લી જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જિલ્લાના મેઘરજ અને મોડાસામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. સવારથી લોકોને અસહ્ય બફારાનો સામનો કરવો પડ્યો હતો. જો કે બાદમાં વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોએ રાહત અનુભવી હતી. અરવલ્લી જિલ્લાના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.
બનાસકાંઠાના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા
બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જિલ્લામાં વરસાદી માહોલ છવાઈ જતાં વડગામ, અમીરગઢ, ઇકબાલગઢ, વિરમપુરમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદની ઝાપટાના કારણે મગફળીના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. વરસાદી ઝાપટાના કારણે ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી ગઈ છે.
જૂનાગઢમાં અસહ્ય ગરમી બાદ વરસાદ
જૂનાગઢમાં સવારથી વાતાવરણમાં ઉકળાટ જોવા મળ્યો હતો. લોકોએ અસહ્ય ગરમીનો અનુભવ કર્યો હતો. જો કે ગરમી બાદ વરસાદનું આગમન થયું હતું. જૂનાગઢના કેટલાક વિસ્તારમાં પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જૂનાગઢ શહેરના ટીંબાવાડી મધુરમ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. તો જૂનાગઢ તાલુકાના ખડીયા ગામમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના કારણે વાંસદા ટાઉનમાં ખડકાલા સર્કલ વિસ્તારમાં વરસાદનું આગમન થયું હતું.
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ