Homeગુર્જર નગરીમાતેલા સાંઢની જેમ આવી ગઈ બસ ! 10મા ધોરણમાં ભણતી બાળકીનું તૂટ્યું...

માતેલા સાંઢની જેમ આવી ગઈ બસ ! 10મા ધોરણમાં ભણતી બાળકીનું તૂટ્યું જડબું

Team Chabuk-Gujarat Desk: સુરતમાં માતેલા સાંઢની જેમ બેફામ ફરી રહેલી BRTSએ ફરી એકવાર અકસ્માત સર્જ્યો છે. 10માં ધોરણમાં અભ્યાસ કરતી બાળકી BRTSની અડફેટે આવી જેમા તેને ગંભીર ઈજા પહોંચી છે. અકસ્માત એટલો ગંભીર છે કે, બાળકીનું જડબું તૂટી ગયું છે.

મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રથી મજૂરી કામ માટે આવેલા અને અણુવ્રત દ્વાર પાસે બ્રિજ નીચે રહેતા એક પરિવારની ધોરણ 10માં અભ્યાસ કરતી દીકરીને પૂરપાટ ઝડપે ધસી આવેલી BRTS બસના ચાલકે અડફેટે લીધી હતી. અકસ્માત બાદ બાળકી રસ્તા પર જ ઢળી પડી હતી જેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ અને પછી એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરે જણાવ્યું હતું કે, બાળકીને જડબાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. અંદરથી તેનું જડબું તૂટી ગયું છે.

દુર્ઘટના અંગે અંગે વિદ્યાર્થિનીના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે બસના ડ્રાઈવર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહારાષ્ટ્રના બુલઢાણાના મોહોદરી ચિખલીના વતની અને અણુવ્રત દ્વાર પાસે બ્રિજ નીચે રહેતા સુનિલ અરદડ ભોંસલે(૩૪) હાલ લગ્નની સિઝન ચાલી રહી હોવાથી વેઈટર તરીકે મજુરીકામ કરવા માટે આવ્યા હતા. તેમની ૧૪ વર્ષીય પુત્રી ઉજ્વલા ધોરણ ૧૦માં અભ્યાસ કરે છે તે પણ તેમની સાથે આવી હતી.

૯ ડિસેમ્બરે સાંજે અણુવ્રત દ્વાર બ્રિજની નીચે અણુવ્રત દ્વાર બીઆરટીએસ જંક્શન પાસે ઉજ્વલા રસ્તો ઓળંગતી હતી ત્યારે પુરપાટ ઝડપે આવતા બીઆરટીએસ બસના ચાલકે ઉજ્વલાને અડફેટમાં લઈ લીધી હતી. જેથી ગંભીર રીતે ઘવાયેલી ઉજવલાને સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ છે. બનાવ અંગે સુનિલભાઈએ વેસુ પોલીસ સ્ટેશનમાં બીઆરટીએસ બસના ડ્રાઈવર સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments