Homeગુર્જર નગરીAISSEEની પરીક્ષામાં જૂનાગઢની માહિ વઘેરાએ સમગ્ર ભારતમાં બીજું જ્યારે ગુજરાતમાં પ્રથમ સ્થાન...

AISSEEની પરીક્ષામાં જૂનાગઢની માહિ વઘેરાએ સમગ્ર ભારતમાં બીજું જ્યારે ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું

Team Chabuk-Gujarat Desk: ઓલ ઈન્ડિયા સૈનિક સ્કૂલ એન્ટ્રસ એક્ઝામ (AISSEE)માં જૂનાગઢની વિદ્યાર્થિની માહિ વઘેરા સમગ્ર ભારતમાં બીજા સ્થાને આવી છે. ભારતની કેટલીક મુશ્કેલ પરીક્ષાઓમાંથી એક ગણાતી આ પરીક્ષામાં ઉતીર્ણ થનારી માહિ વઘેરાએ SC કેટેગરીમાં સમગ્ર ભારતમાં દ્વિતીય જ્યારે ગુજરાતમાં પ્રથમ નંબર મેળવ્યો છે.

માહિ વઘેરાના માતા અને પિતા શિક્ષક દંપતિ છે. પિતા મહેશભાઈ ભનુભાઈ વઘેરા જૂનાગઢ જિલ્લાની ખંભાળિયા પેસેન્ટર શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે, જ્યારે માતા અલ્પાબહેન મહેશભાઈ વઘેરા બિલખા પેસેન્ટર શાળામાં શિક્ષિકા છે.

પુત્રીની સફળતા પર માતા અલ્પાબહેને ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તે છેલ્લા ત્રણ વર્ષથી અથાગ પરિશ્રમ કરી રહી હતી. જે બાદ તેને સિદ્ધિનું ફળ મળ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે દીકરીનું સ્વપ્ન એરફોર્સમાં જવાનું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments