Homeગુર્જર નગરીજૂનાગઢઃ મહિલાને સાસરિયાનો ત્રાસ, "અમારા દીકરાને ફોરવ્હીલ લેવી છે નાણા લઈ આવ"

જૂનાગઢઃ મહિલાને સાસરિયાનો ત્રાસ, “અમારા દીકરાને ફોરવ્હીલ લેવી છે નાણા લઈ આવ”

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં વધુ એક મહિલા પર અત્યાચારનો કિસ્સો સામે આવ્યો છે. મહિલાએ પોતાના પતિ, સાસુ અને જેઠ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને માર મારવા તથા રૂપિયાની માગણી કરી હોવાનો આરોપ લગાવ્યો છે.

જૂનાગઢમાં રહેતાં જસમીબેન રાકેશભાઈ વ્યાસે નોંધાવેલી ફરિયાદ મુજબ, જસમીબેનને પતિ રાકેશ, સાસુ જયાબેન અને જેઠ મનીષ દહેજ મુદ્દે વારંવાર મેણાટોણા મારતા હતા. જસમીબેને આરોપ લગાવ્યો છે કે, સાસુ વારંવાર રૂપિયાની માગણી કરતા હતા અને કહેતાં હતા કે અમારા દીકરાને ફોરવહીલ લેવી છે.તો તારા માવતરને ત્યાંથી નાણાં લઈ આવ.
પરિણીતાએ નાણાં લઈ આવવાની ના પાડી હતી જેથી ગાળો ભાંડી મારકૂટ કરી હતી. પીડિતાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, આરોપીઓ તેમના ચરિત્ર પર ખોટી શંકાઓ પણ કરતા હતા. એટલું જ નહીં જ્યારે તેમને ત્યાં પુત્રીનો જન્મ થયો તો તે પણ સાસરિયાઓને ગમ્યું ન હતું.

પતિ રાકેશ મારકુટ કરી ત્રાસ આપતો હતો. થોડા સમય પહેલાં જસમીબેનને પુત્રી સાથે ઘરમાંથી કાઢી મૂકી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ માવતરના ઘરના દાગીના રાખી લેતા આ ત્રણેય વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ આ મુદ્દે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તપાસમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.

ભેંસાણના રાણપુર ગામે રહેતાં કિરણબેન તૃષારભાઈ ઉસદળે પણ ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી છે. કિરણબેને આરોપ લગાવ્યો છે કે, સાસરિયાઓ ઘરકામ અને દહેજ મુદ્દે શારીરિક-માનસિક ત્રાસ આપતાં હતા. આ કેસમાં પણ પોલીસે પીડિતાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments