Homeગુર્જર નગરીજૂનાગઢ: જયશ્રી ટોકિઝ પાસે ધોળા દિવસે યુવકની ઠંડા કલેજે હત્યા

જૂનાગઢ: જયશ્રી ટોકિઝ પાસે ધોળા દિવસે યુવકની ઠંડા કલેજે હત્યા

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં જયશ્રી ટોકિઝની પાસે ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી એક વ્યક્તિની ઠંડા કલેજે હત્યા કરી નાખ્યાનો બનાવ બન્યો છે. હત્યા પાછળનું કારણ શું ? એ જાણવા અને હત્યારાઓને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. આરોપીઓ પકડાયા બાદ સરાજાહેર હત્યા પાછળનું કારણ સામે આવશે.

ઘટનાની વિગતો કંઈક એવી છે કે સાંજના 4-20 વાગ્યાની આસપાસ જયશ્રી ટોકિઝ રોડ સ્થિત શિખર કોમ્પ્લેક્સની સામે એક અજાણ્યા યુવકની લાશ પડી હતી. હત્યાની જાણ થતાં થોડી વારમાં જ આસપાસના લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. એટલી વારમાં બી ડિવીઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.

મૃતકની વય 32થી 35 વચ્ચે હોવાનું અને તેનું નામ રાકેશ ઉકા બાંભણિયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હત્યા તીક્ષ્ણ હથિયાર વડે અને બે શખ્સો દ્વારા કરવામાં હોવાની વિગત જાણવા મળતા પોલીસે એ દિશામાં તપાસનો ધમધમાટ આદર્યો છે. એ વાત પણ સામે આવી છે કે મૃતક રાકેશ ઉકા બાંભણિયા રખડતી – ભટકતી જિંદગી જીવતો હતો. એ કાળવાચોક, જયશ્રી ટોકિઝ, મોર્ડન ચોક વિસ્તારમાં આટાંફેરા મારતો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments