Homeગામનાં ચોરેખેરસોન શહેર રશિયન સૈનિકોએ ચારેબાજુથી ઘેરી લીધું છે

ખેરસોન શહેર રશિયન સૈનિકોએ ચારેબાજુથી ઘેરી લીધું છે

Team Chabuk-International Desk: રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ ભયંકર રીતે ફેલાઈ રહ્યું છે. રશિયન સૈન્ય સતત યુક્રેનની ઉપર મિસાઈલ હુમલાઓ કરી રહ્યા છે. જે કારણે અસંખ્ય લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિનું કહેવું છે કે રશિયાના હુમલામાં અત્યાર સુધીમાં 137 લોકોના જીવ હોમાઈ ચૂક્યા છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર રશિયા દ્વારા ફાયર કરવામાં આવેલા એક રોકેટને વાયુ રક્ષા પ્રણાલી દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું અને તેનો કાટમાળ કિવના મુખ્ય રેલવે સ્ટેશનની પાસે પડ્યો.

ખેરસોનના મેયર ઈગોર કોલ્યખેવના જણાવ્યા અનુસાર, દક્ષિણી ક્ષેત્રીય રાજધાનીમાં સ્થિતિ તણાવપૂર્ણ છે કારણ કે રશિયન સૈનિકોએ શહેરમાં પ્રવેશ કરી લીધો છે અને વહીવટી ભવનોમાં કબ્જો કરી રહ્યા છે. કીવના ડ્રૂબજી નારોદિવ મેટ્રો સ્ટેશનની પાસે ત્રીજા અને ચોથા વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. એ પછી શહેરમાં સ્થિતિ અત્યંત ગંભીર હોવાની વાતને નકારી શકાય નહીં.

advertisement-1

રશિયન સૈનિકોએ યુક્રેનમાં રણનીતિક રૂપથી મહત્વપૂર્ણ એવા શહેર ખેરસોન પર કબ્જો કરી લીધો છે. ધ ન્યૂયોર્ક ટાઈમ્સે યુક્રેની અધિકારીઓના હવાલાથી આ જાણકારી આપી છે. યુક્રેનના એક મીડિયા સમૂહ ધ કીવ ઈન્ડિપેન્ડેન્ટના અનુસાર, ખેરસોનના મેયર ઈગોર કોલ્યખેવે કહ્યું હતું કે શહેર ચારેબાજુથી ઘેરાયેલું છે. કોલ્યખેવે કહ્યું કે દક્ષિણી ક્ષેત્રીય રાજધાનીમાં રશિયાના સૈનિકોના શહેરમાં પ્રવેશ કરવાથી અને પ્રશાસનિક ભવનો પર કબ્જો કરવાથી સ્થતિ તણાવપૂર્ણ બની ગઈ છે.

ખેરસોનનું પતન લખતા પ્રકાશિત કરવામાં આવેલા એક અહેવાલમાં ન્યૂયોર્ક ટાઈમ્સે લખ્યું છે કે ક્રીમિયન પાયદ્વીપના ઉત્તર-પશ્ચિમમાં 300,000ની વસતિ ધરાવતું આ શહેર મહત્વપૂર્ણ છે, કારણ કે અહીં રશિયનોને યુક્રેનના દક્ષિણી તટ પર અધિક નિયંત્રણ કરનારા અને ઓડેસા શહેરની તરફ પશ્ચિમમાં આગળ વધવા પર મદદગાર છે. બુધવારના રોજ જેવી યુક્રેનના રહેવાસીઓ ઉપર બોમ્બમારી ઝડપથી થઈ એ સાથે જ લોકોના મોતની ખબરો પણ આવવા લાગી હતી.

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સંઘર્ષમાં માર્યા ગયેલા સામાન્ય નાગરિકોની સંખ્યા 227 જણાવી છે. સાથે જ કહ્યું છે કે આ આંકડો વધી શકે છે. મીડિયા રિપોર્ટના જણાવ્યા અનુસાર, આંતરાષ્ટ્રીય અપરાધિક ન્યાયાલયના અભિયોજક યુક્રેનમાં યુદ્ધ અપરાધોની સક્રિય તપાસ શરૂ કરશે. ન્યૂયોર્ક ટાઈમ્સની રિપોર્ટ અનુસાર, યુક્રેનની સરકારે શરૂઆતમાં 2000થી વધારે નાગરિકોના મોતની સંખ્યા જણાવી હતી. પરંતુ યુક્રેનની આપાતકાલીન સેવા એજન્સીએ બાદમાં એ આંકડાને અનુમાનિત કરાર દેતા કહ્યું હતું કે હકીકતે કેટલા લોકો યુદ્ધમાં માર્યા ગયા છે કે કાટમાળ નીચે દબાયેલા છે તેનો કોઈ ચોક્કસ આંકડો સામે નથી આવ્યો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments