Homeગુર્જર નગરીજૂનાગઢ: દીપડો તણાયાનો વાઈરલ વીડિયો છે ક્યાંનો?

જૂનાગઢ: દીપડો તણાયાનો વાઈરલ વીડિયો છે ક્યાંનો?

Team Chabuk-Gujarat Desk: ગુલાબ વાવાઝોડું અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાના કારણે ગુજરાત બે દિવસ ભારે વરસાદનું સાક્ષી બન્યું. જૂનાગઢમાં મેઘરાજાએ બીજી વિસ્ફોટક ઈનિંગ રમતા વધુ એક વખત જળબંબાકારની સ્થિતિ સર્જાય હતી. વિલિંગ્ડન ડેમ, નરસિંહ મહેતા તળાવ, દામોદરકુંડ છલકાય ગયા છે. કોઈ માનવનો જીવ જોખમમાં ન મૂકાય આ માટે એક નવેમ્બર સુધીનો પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો. પણ જાનવરોનું શું?

rps-baby-world-1

ભારે વરસાદના કારણે જૂનાગઢનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આ વીડિયોમાં પાણીમાં દીપડો તણાતો દેખાય રહ્યો છે. દીપડાનો વીડિયો વાઈરલ થયા બાદ વન વિભાગ પણ સતર્ક થઈ ગયું છે. જે વીડિયો વાઈરલ થયો છે તે કેશોદ તાલુકાના બામણાસા નજીકથી પસાર થતી ઓઝત નદીનો હોવાની ચર્ચાઓ થઈ રહી છે. દીપડાનો વીડિયો ઉતારતા લોકો પણ ચીસ પાડી રહ્યા છે.

rps-baby-world-1

આ સમાચાર સામે આવતા આસપાસના પંથકમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ફફડાટ વ્યાપવાનું કારણ એ જ હતું કે દીપડો તરીને કિનારે આવી ગયો હતો. એટલે જ વન વિભાગ પણ તાત્કાલિક હરકતમાં આવ્યું છે. જણાવી દઈએ કે જૂનાગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ કેટલીય મગરમચ્છો તણાઈને અન્ય વિસ્તારોમાં આવી જાય છે. જૂનાગઢના દામોદરકુંડમાં પણ ભૂતકાળમાં આવી ચડાયેલી મગરોને પકડી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments