Homeગુર્જર નગરીરામાયણની જેમ નર્મદા નદીમાં સાડા ચાર કિલોનો મહાકાય પથ્થર તરતો જોવા મળ્યો...

રામાયણની જેમ નર્મદા નદીમાં સાડા ચાર કિલોનો મહાકાય પથ્થર તરતો જોવા મળ્યો !

Team Chabuk-Gujarat Desk: ભગવાન શ્રી રામે લંકા સુધી પહોંચવા માટે દરિયામાં તરતાં પથ્થરોથી બનાવેલા પુલનો સહારો લીધો હતો આ ચમત્કારથી આપણે સૌ કોઈ વાકેફ છીએ. પરંતુ આ કળિયુગમાં પણ આવા ચમત્કાર થતાં હશે ખરા ? આવો જ એક કિસ્સો હાલમાં ગુજરાતમાંથી સામે આવ્યો છે. જ્યાં પથ્થર તરતો હોવાનું સામે આવ્યું છે. વાત છે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીની. નર્મદા નદીમાં ચમત્કાર થયો હોવાનું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે. કેમ કે નર્મદા નદીમાં તરતો પથ્થર મળી આવ્યો છે.

નર્મદા નદીના પાણીમાં સાડા ચાર કિલો જેટલા વજનનો પથ્થર નદીના પાણીમાં તરતો નજરે પડતાં લોકોમાં પણ કુતૂહલ સર્જાયું છે. લોકો આ વાતને ચમત્કાર ગણાવી રહ્યા છે. લોકોમાં વાયુવેગે આ ચમત્કારની વાત ફેલાઈ ગઈ છે.

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાનું દેરોલી ગામ નર્મદા નદીના કાંઠે આવેલુ છે. જેમાં ગામના ત્રણ લોકો નદીમાં બુધવારે માછીમારી કરવા ગયા હતા. તેઓને નદીમાં એક વજનદાર વસ્તુ તરતી દેખાઈ હતી. તેઓએ ધ્યાનથી જોયુ તો તે પથ્થર હતો. લગભગ સાડા ચાર કિલો વજનનો આ પથ્થર હતો. આ જોઈને ત્રણેય માછીમારો આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. કેમ કે આટલો વજનદાર પથ્થર આખરે કેવી રીતે નદીની પાણીની સપાટી પર તરી રહ્યો છે. તેમણે આ વસ્તુ ચકાસી જોવા તેને નદીમાં ડૂબાડવાનો પ્રયાસ કર્યો, પણ પથ્થર ડૂબ્યો નહીં. ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા માછીમારો આ પથ્થરને ગામમાં લઈ આવ્યા હતા. 

તરતા પથ્થરની વાત અને ચમત્કારની વાત લોકોમાં વાયુવેગે ફેલાઈ ગઈ હતી. જેથી મોટી સંખ્યામાં લોકો દેરોલી ગામે આ ચમત્કારીક ગણાતા પથ્થરને નિહાળવા માટે ઉમટી પડ્યા હતા. લોકો કહી રહ્યા છે કે પથ્થર તરવાનો કિસ્સો રામાયણમાં વાંચવા મળે છે. પરંતુ આજે તેઓએ  પોતાની નજરે આવો પથ્થર જોયો હતો. હાલ આ પથ્થરને નર્મદા માતાજીના મંદિરમાં મૂકવામાં આવ્યો છે. 

હાલ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પથ્થરને જોવા મંદિરમાં આવી રહ્યાં છે. આ પથ્થરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેથી લોકો તેને નર્મદા મૈયાનો ચમત્કાર પણ કહી રહ્યા છે. 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments