Homeગુર્જર નગરીજૂનાગઢઃ માણાવદરના રોણકી ગામના 6 મહિનાના બાળકને SMA-1 નામની બીમારી, 16 કરોડના...

જૂનાગઢઃ માણાવદરના રોણકી ગામના 6 મહિનાના બાળકને SMA-1 નામની બીમારી, 16 કરોડના ઈન્જેક્શન માટે પરિવારે કરી મદદની અપીલ

Team Chabuk-Gujarat Desk: નાના બાળકોમાં જોવા મળતી અને ગંભીર ગણાતી SMA-1 સ્પાઈન મસ્ક્યુલર એકટ્રોફી નામની બીમારીના કારણે અનેક બાળકો પીડાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢના માણાવદર તાલુકાના રોણકી ગામના 6 મહિનાના બાળકમાં આ બીમારી જોવા મળતાં પરિવારજનો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે અને બાળકની સારવાર માટે 16 કરોડ રૂપિયાની કિંમતના ઈન્જેક્શનની જરૂર હોય આ સામાન્ય પરિવારે લોકો સમક્ષ મદદ માટેની અપીલ કરી છે.

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના રોણકી ગામના અશોકભાઈ પાલાભાઈ પરમાર જેઓ ખેતીકામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમના 6 મહિનાના બાળક અયાનને SMA-1 નામની ગંભીર બીમારી હોવાનું નિદાન થતાં પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. કેમ કે એક સામાન્ય પરિવારને દીકરાની સારવાર માટેનો આટલો મોટો ખર્ચ કરવો પડે તે પોસાય તેમ નથી. ત્યારે અશોકભાઈ પરમારે પોતાના દીકરા અયાનની સારવાર માટે જે 16 કરોડ રૂપિયાના ઈન્જેક્શનની જરૂર પડે છે તે માટે સહાય કરવા માટે જનતા સમક્ષ અપીલ કરી છે.

અશોકભાઈ પરમારે સેવાભાવી સંસ્થાઓ અને એનજીઓ પાસેથી આર્થિક મદદની આશા સાથે ગુહાર લગાવી છે અને પોતાના દીકરાની જિંદગી બચાવવા માટે લોકો પણ આગળ આવે તેવી અપીલ કરી છે. જો આપ પણ અશોકભાઈ પરમારના પરિવારને મદદ કરવા ઈચ્છતા હોય તો નીચે આપેલી ઈમેજમાં બેંકની માહિતી આપી છે અને ક્યુઆર કોડ પણ આપેલો છે જેના દ્વારા તમે આર્થિક મદદ કરી શકો છો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments