Team Chabuk-Gujarat Desk: બનાસકાંઠા જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ કોન્સ્ટેબલે પોતાના ઘરે જ ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના થરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લીધું છે. જો કે આત્મહત્યા શા માટે કરી તેનું કારણ હજું સુધી સામે આવ્યું નથી. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.
મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને ચેખલા ગામના રહેવાસી હેડ કોન્સ્ટેબલ બાબરાજી રાઠોડે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. બાબરાજી ઠાકોર રાત્રે ફરજ પર હતા. રાત્રે ફરજ પરથી ઘરે પરત ફર્યા બાદ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતક પોલીસ કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. પ્રાથમિક તપાસમાં હેડ કોન્સ્ટેબલે શા માટે આત્મહત્યા કરી છે તેની કોઈ માહિતી સામે આવી નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
