Team Chbauk-Gujarat Desk: જામજોધપુરથી ઉપલેટા જતાં 35 વિદ્યાર્થીઓમાંથી 13 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત હોવાની વાત સામે આવતા ખાનગી શાળાનું પ્રશાસન અને આરોગ્યતંત્ર દોડધામમાં મૂકાઈ ગયું છે. તમામ વિદ્યાર્થીઓને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. તેમના માતા પિતા પણ સંક્રમણનો ભોગ બન્યા છે કે નહીં એ માટે ટેસ્ટ કરવામાં આવશે. બીજી તરફ શાળા પ્રશાસને તાત્કાલિક પગલાં લેતા સ્કૂલ બંધ કરી દીધી છે.
જામનગર જિલ્લાના જામજોધરપુરથી ધોરણ એકથી દસનાં 35 વિદ્યાર્થીઓ ઉપલેટા ખાતે આવેલી ખાનગી શાળામાં અભ્યાસ કરવા માટે અપડાઉન કરે છે. એવામાં ધોરણ દસની એક વિદ્યાર્થિની કે જે જામજોધપુરમાં વસવાટ કરે છે, તેને તાવ અને શરદીની સોમવારે સમસ્યા હોય તે શાળાએ નહોતી ગઈ. આ વિદ્યાર્થિનીનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
વિદ્યાર્થિનીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેના પરિવારજનો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. જોકે આ તરફ પરિવારજનોએ અન્ય વિદ્યાર્થીઓના પરિવારને પણ આ અંગેની માહિતી આપતા તેઓ સતર્ક થઈ ગયા હતા. 35 વિદ્યાર્થીઓને એ બસ મારફતે જામજોધપુર લઈ જવામાં આવ્યા હતા. બપોરના એક વાગ્યે આરોગ્ય વિભાગ દ્વારા પરીક્ષણ કરવામાં આવતા વધારે 12 વિદ્યાર્થીઓ સંક્રમિત હોવાની પુષ્ટી થઈ ગઈ હતી. ખાનગી શાળામાં અભ્યાસ કરતા 13 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા શાળા તંત્રમાં હડકંપ મચી ગયો હતો. હવે તેમના પરિવારજનોના ટેસ્ટિંગ કરી તેઓ સંક્રમિત છે કે નહીં તે દિશામાં આરોગ્ય વિભાગ કામ કરી રહ્યું છે.
ઉપલેટા પંથકની એ શાળા કે જ્યાંના વિદ્યાર્થીઓ સંક્રમિત થયા હોવાની માહિતી મળી હતી તેને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે. હવે તમામ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. શાળાને સેનિટાઈઝ કરવામાં આવશે. ઉપલેટાની ખાનગી શાળાની આસપાસના વિસ્તારમાં કોવિડ પરિક્ષણ હાથ ધરવામાં આવશે. એક સાથે 13 વિદ્યાર્થીઓ જામનગરના પોઝિટિવ આવ્યા હોવાનો આ પ્રથમ કિસ્સો છે. અને આ ઘટનાથી અન્ય વાલીઓમાં પણ ચિંતાનું મોજું પ્રસરી ગયું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત