Homeગુર્જર નગરીજૂનાગઢઃ બીજાની બૈરીને લઈને કેમ ફરે છે ? કહીને યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો,...

જૂનાગઢઃ બીજાની બૈરીને લઈને કેમ ફરે છે ? કહીને યુવકને હનીટ્રેપમાં ફસાવ્યો, પોલીસે યુવતી સહિત ત્રણને દબોચ્યા

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં એક હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે. હનીટ્રેપમના કેસમાં પોલીસે એક યુવતી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપ છે કે, આરોપીઓએ યુવકને હનીટ્રેપમાં ફસાવી, મળવા બોલાવી ખંડણીની માઘણી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ અગાઉ પણ હનીટ્રેપમાં ઝડપાઈ ચુક્યા છે. ઝડપાયેલા આરોપીમાં અમરેલીના લાખાપાદરનો અરવિંદ ઉર્ફે અનિલ અંબાભાઈ ગજેરા, ધરાજીના નાની પરબડીનો ભરત પારઘી અને જસદણની જિન્નત ઉર્ફે બીબી રફીક મકવાણા નાની યુવતી છે.

મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ધોળવા ગામ રહેતા અને ખેતી કામ કરતા 35 વર્ષીય ભાવેશ રામજીભાઈ બોરડ મંગળવારે જૂનાગઢ તરફ પોતાના બાઇક પર જઇ રહ્યા હતા ત્‍યારે રસ્‍તામાં ભેંસાણ ચોકડી પાસે એક અજાણી મહિલાએ લિફટ માગતા તેણીને બાઇક ઉપર બેસાડી જઇ રહ્યા હતા. આ દરમિયાન રસ્‍તામાં બાઈકમાં સવાર બે લોકો આવ્યા અને ભાવેશી બાઈકને રોકી પોતે એલસીબી પોલીસના માણસો હોવાની ઓળખ આપી. સાથે જ રૌફ જમાવી પૂછપરછ કરી કે તારી સાથે આ મહિલા કોણ છે ? કેમ બીજાની બૈરીને લઈને ફરો છો ? આ બાદ ભાવેશને બાઇક પર બેસાડી અપહરણ કરી જૂનાગઢ લઇ ગયા હતા. જ્યાં આરોપીઓએ મામલો પતાવવા પહેલા ત્રણ લાખની ખંડણી માગી અને રકઝકના અંતે 2 લાખ 20 હજાર રૂપિયામાં સમગ્ર મામલો પતાવવાની વાત થઈ હતી.

ભાવેશે સુરત ખાતે રહેતા ભાઈ મુકેશને ફોન કરી આંગડિયામાં સવા લાખની રકમ મોકલવાનું પણ કહી દીધી હતુ. એ સમયે મુકેશને શંકા જતાં તેને ગામના આગેવાન નટુ પોકિયાને વિગતો જણાવી અને પોલીસને જાણ કરી. આમ આ ઘટના પોલીસ સ્ટેશને પહોંચતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ બાદ જિલ્લા પોલીસવડા રવિ તેજા વાશમ શેટ્ટીએ અપહરણ કરાયેલા ખેડૂત યુવકને હેમખેમ છોડાવી આરોપીઓને પકડવા માટે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને તપાસ કરવા સૂચના આપી હતી. જેથી એલસીબીના હરેન્દ્રસિંહ ભાટી, પીએસઆઇ એ.ડી.વાળા, તાલુકા પોલીસના પીઆઇ એ.એમ.ગોહિલના નેતૃત્‍વમાં પોલીસ સ્‍ટાફના સાહિલભાઈ શમા, વિક્રમભાઈ, યશપાલસિંહ, દેવશીભાઈ, ભરતભાઇ, ભદ્રેશભાઈ, જૈતાભાઈ, વીણાબેન સહિતની જુદી જુદી બે ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.

અપહરણકર્તાઓએ ભાવેશના મોબાઈલમાંથી જ તેના ભાઈ મુકેશનો સંપર્ક કરી ભાવેશના નામે જ આંગડિયામાં જૂનાગઢ રૂપિયા મગાવ્યા હતા. આ માહિતીના આધારે આંગડિયા પેઢીની બહાર સિવિલ ડ્રેસમાં પોલીસ સ્‍ટાફ વોચમાં ગોઠવાઈ ગયો હતો. આ દરમિયાન એક અપહરણકર્તા ભાવેશને સાથે લઇ આંગડિયા પેઢીએ રૂપિયા લેવા પહોંચ્યો ત્‍યારે તેને રંગે હાથ ઝડપી લીધો હતો. એક આરોપી ઝડપાયા બાદ પોલીસે તેના સાથીઓનું લોકેશન મેળવ્યું હતું અને જૂનાગઢના ભવનાથ વિસ્તારમાંથી એક યુવક અને યુવતીને ઝડપી લીધા હતા. ​

પોલીસે પકડેલા આરોપીઓ વિરુદ્ધ હનીટ્રેપ, પોલીસના સ્વાંગમાં અપહરણ, ખંડણી સહિતની કલમો મુજબ ભેંસાણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ભરત પારઘી અગાઉ ધોરાજી ખાતે ઈંગ્લિશ દારૂ, હત્યાની કોશિશ સહિતના ગુનાઓમાં, અરવિંદ ગજેરા સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં તેમજ જિન્નતબેન મકવાણા વિરુદ્ધ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપનો ગુનો નોંધાઈ ચુક્યો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments