Team Chabuk-Gujarat Desk: ગુજરાત અને પ્રકૃતિ પ્રેમી લોકો માટે ગૌરવની ક્ષણ આવી છે. વર્લ્ડ વેટલેન્ડ દિવસે જામનગર જિલ્લાના ખીજડીયા વન્યજીવ અભયારણ્યને નવી રામસર સાઇટ જાહેર કરવામાં આવ્યું છે. હરિયાણાના ગુરુગ્રામ સ્થિત સુલતાનપુર નેશનલ પાર્ક ખાતે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર તેમજ અન્ય મહાનુભાવોની હાજરીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગુજરાત સરકાર વતી નિવાસી આયુક્ત શ્રીમતી આરતી કંવરે ખીજડીયા વન્યજીવ અભયારણ્યને નવી રામસર સાઇટ તરીકેનો દરજ્જો મળ્યા અંગેનું પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું હતું.
રામસર સાઈટ શુ છે?
નાગરિકો તેમજ પૃથ્વી માટે વેટલેન્ડ એટલે કે આર્દ્રભૂમિની ભૂમિકા અંગે વૈશ્વિક જાગૃતિ વધારવાના હેતુસર વર્ષ ૧૯૭૧માં ઈરાનના રામસર શહેરમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ હતી. જેમા સમગ્ર વિશ્વમાં વેટલેન્ડના મહત્વ અંગે ‘રામસર સંધિ’ પર થયેલા હસ્તાક્ષરને અનુલક્ષીને દર વર્ષે 2 ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ વેટલેન્ડ ડે તરીકે મનાવવામાં આવે છે.
ખીજડીયા પક્ષી અભયારણ્ય
ખીજડીયા પક્ષી અભયારણ્ય એ ૬.૦૫ કિ.મી.ના વિસ્તારમાં તાજા પાણીનાં તળાવો, ખારા તેમજ મીઠા પાણીનાં ખાબોચિયાં ધરાવતું હોવાથી અલગ તરી આવે છે. દેશની આઝાદી પૂર્વે રૂપારેલ નદીનાં પાણીને દરિયામાં વહી જતું રોકવા માટે ચેક ડેમ બનાવવામાં આવ્યો હતો. વર્ષો વીત્યે એક બાજુ વરસાદ અને નદીનું તાજું પાણી અને બીજી તરફ દરિયાનું ખારું પાણી હોઈ એક અલગ વિસ્તારનું નિર્માણ થયું. ખીજડીયા પક્ષી અભયારણ્ય કચ્છની ખાડીમાં જામનગર જિલ્લાના ઉત્તર પૂર્વ દરિયાકિનારે રૂપારેલ નદી અને કાલિન્દ્રી નદીના સંગમ પાસે આવેલું છે અને તેથી એકદમ ખાસ અને અલગ જીવસૃષ્ટિ ધરાવે છે. ભારતના જાણીતા પક્ષીનિષ્ણાત સલીમ અલી એ ૧૯૮૪માં ખીજડીયા પક્ષી અભયારણ્યની મુલાકાત લીધી ત્યારે એક દિવસમાં પક્ષીઓની ૧૦૪ જાતો શોધી કાઢી હોવાનું નોંધાયું હતું.
ભારતમાં કેટલી રામસર સાઈટ?
ખીજડીયા વન્યજીવ અભયારણ્ય ઉપરાંત ઉત્તરપ્રદેશના બખીરા વન્યજીવ અભયારણ્યને પણ રામસર સાઈટનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ બંને સાઈટના ઉમેરો થતા ભારતમાં રામસર સાઈટની સંખ્યા 49 થઈ છે. આ 49 રામસર સાઈટ કુલ 10.93 લાખ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ છે. જે દક્ષિણ અશિયામાં સૌથી મોટો વિસ્તાર છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
