Team Chabuk-Gujarat Desk: દારૂની હેરાફેરી માટે અવનવા તિગડમ બુટલેગરો અપનાવતા હોય છે. પોલીસ પણ કોઈ કોઈ વખત દારૂ જ્યાંથી મળે છે તે જગ્યા અને બુટલેગરની સૂઝ જોઈ ચકિત્ત થઈ જાય છે. આમ તો ગુજરાતમાં ટીપું એક પણ દારૂ નથી મળતો પણ જૂનાગઢ જિલ્લામાં રૂપિયા 13.24 લાખ રૂપિયાનો દારૂ પોલીસના હાથ લાગી ગયો.
આ દારૂનું કટિંગ થાય અને ઠેકઠેકાણે વહેતો થાય તે પહેલા જ પોલીસ ત્રાટકી હતી અને દૂધના વાહનમાંથી દારૂ ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ, મોબાઈલ અને દૂધનું વાહન મળીને કુલ 18,34,800નો મુદ્દામાલ ઝડપી આગળની કાર્યાવાહી હાથ ધરી છે. આ સિવાય એક આરોપની ધરપકડ કરી છે જ્યારે એક ફરાર થઈ ગયો છે.
ઘટનાની પ્રાપ્ત વિગતો કંઈક એવી છે કે જૂનાગઢના માનવ વસાહતથી ખદબદતા એવા વિસ્તાર ઝાંઝરડાની ઝાંઝરડા ચોકડી પાસે દૂધના વાનમાં દારૂની હેરાફેરી થવાની હોવાની પોલીસને સૂચના પ્રાપ્ત થઈ હતી.
રેન્જ આઇજીપી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના અને ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં બી ડિવીઝન પીઆઇ એન.આઇ.રાઠોડ પીએસઆઇ આર.એચ. બાંટવા તેમજ વનરાજસિંહ ચુડાસમા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી.
જૂનાગઢ પોલીસના બી ડિવિઝનના સ્ટાફે દરોડો પાડ્યો હતો અને અધધ કિંમતનો દારૂ ઝડપી પાડ્યો હતો. જેમાં 266 પેટી ઈંગ્લીશ દારૂ, અર્થાત્ 3312 નંગ બોટલ. આ દારૂનો બજાર ભાવ થાય છે 13,24,800. દારૂ સિવાય દસ હજાર રૂપિયાનો મોબાઈલ ફોન, પાંચ લાખ રૂપિયાનું વાહન મળીને કુલ 18,34,800નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
કાર્યવાહી દરમિયાન પોલીસને એક આરોપીને પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી. આ આરોપીનું નામ શિવાંગ રાજુભાઈ મહેતા છે. જે મધુરમનો હોવાની માહિતી મળી છે. જ્યારે ગિરનાર રોડ વિસ્તારમાં રહેતો કમલેશ ખાંભલા ભાગી છૂટવામાં સફળ થયો હતો. શક્ય છે કે વર્ષ 2022ની શરૂઆતમાં જ પકડાયેલો જથ્થાબંધ દારૂ આ વર્ષે પોલીસને મળેલી સૌથી મોટી સફળતા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
