Homeગામનાં ચોરેઆવા દ્રશ્યો ફિલ્મોમાં જ જોયા હશે: પ્લેન ક્રેશ થઈ રેલવે ટ્રેક...

આવા દ્રશ્યો ફિલ્મોમાં જ જોયા હશે: પ્લેન ક્રેશ થઈ રેલવે ટ્રેક પર પડ્યું ત્યારે જ આવી ગઈ ટ્રેન

Team Chabuk-International Desk: અમેરિકાના લોસ એન્જલસમાં એક પાયલટનો જીવ માંડ-માંડ બચ્યો. પાયલટનું પ્લેન ક્રેશ થતાં પ્લેન રેલવે ટ્રેક પર પડ્યું. ઈજાગ્રસ્ત પાયલટ હજુ કઈ સમજે તે પહેલાં તો ટ્રેન આવતી જોવા મળી. જો કે, ઘટનાસ્થળે હાજર કેટલાક પોલીસ ઓફિસર્સે પાયલટને જીવના જોખમે બચાવી લીધો. પોલીસ ઓફિસરે જેવો પાયલટને પ્લેનમાંથી કાઢ્યો તેની ચારથી પાંચ જ સેકંડમાં ટ્રેને પ્લેનને ટક્કર મારી દીધી

આ સમગ્ર ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે. અહીં એક પ્લેન ટેક ઓફ બાદ તરત જ ક્રેશ થઈ ગયુ હતુ. ત્યારબાદ આ પ્લેન ટ્રેનના પાટા પર પડ્યું હતું. આ જોઈને ત્યાં હાજર પોલીસ ઓફિસર પ્લેન પાસે દોડી જાય છે. ચારે તરફ અવાજ આવે છે કે ટ્રેન આવી રહી છે. જો કે, છતાં ઓફિસર્સ સમયસૂચકતા વાપરીને પાયલટે બાંધેલો સીટ બેલ્ટ કાપી નાખે છે અને પાયલટને ઢસડીને પ્લેનમાંથી બહાર કાઢી પાટા પરથી દૂર લઈ જાય છે. આ સમયે જ હાઈસ્પીડ ટ્રેન પ્લેનને ટક્કર મારે છે જેમાં પ્લેનના ફૂરચે ફૂરચા ઉડી જાય છે. જો પાયલટ પ્લેનમાં હોત તો નક્કી અઘટીત ઘટના બની ગઈ હોત તો પાયલટનો જીવ બચી શક્યો ન હોત.

લોસ એન્જલસ પોલીસ વિભાગે આ વીડોય શેર કરીને લખ્યું છે કે, “ફુટહીલ ડિવીઝનનાં અધિકારીઓએ ફર્નાંડો રોડ પર રેલવે ટ્રેક પર એક ઈમર્જન્સી લેંડિગ કરનારા પાયલટનો જીવ બચાવીને પરાક્રમનો પરિચય આપ્યો હતો. પાયલટના બચાવની આ ઘટના પ્લેન સાથે ટ્રેન અથડાતા પહેલાની છે.”

whatsapp group join link

મીડિયા રિપોર્ટ મુજબ, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જ્યારે, વિમાનનાં પાયલટને સામાન્ય ઈજા થઈ હતી અને તેની સ્થિતિ સારી છે. આ અદ્ભુત બચાવની ઘટનાને કેમેરામાં કેદ કરનાર લુઈસ જિમેનેઝે જણાવ્યું હતું કે આ દુર્ઘટના દરમિયાન કાટમાળનો એક ટુકડો તેમને પણ વાગ્યો હતો, પરંતુ આ દરમિયાન કોઈપણ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ ન હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments