Team Chabuk-Cinema Desk: સિનેમાની દુનિયાના સૌથી મોટા સમારોહ ઓસ્કર એવોર્ડમાં એક ન બનવી જોઈએ એવી ઘટના બની ગઈ હતી. મશહૂર અભિનેતા વિલ સ્મિથે સ્ટેજ પર ચડી પોતાની પત્ની પર જોક કરવા બદલ કોમેડિયન ક્રિસ રોકને સૌની સામે મુક્કો મારી દીધો હતો. આ ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
MAYHEM BETWEEN CHRIS ROCK AND WILL SMITH AT THE #Oscars pic.twitter.com/265hGbsEDg
— Barstool Sports (@barstoolsports) March 28, 2022
જોકે હજુ સુધી એ વાતની સ્પષ્ટતા નથી થઈ કે આ ફક્ત મજાક કરવામાં આવી છે કે પછી વિલ સ્મિથે સાચેક કોમેડીયનના મોઢા પર તમાચો ઝીંકી દીધો છે. વીડિયોમાં દેખાય છે કે ક્રિસ રોક સ્ટેજ પર સંચાલન કરી રહ્યો હતો એ સમયે વિલ સ્મિથ પોતાની જગ્યા પરથી ઊભો થઈ સ્ટેજ પર આવી ચડે છે અને કોમેડિયન ક્રિસ રોકને મુક્કો મારી દે છે. ઓસ્કરના ઈતિહાસમાં આ પ્રથમ વખત થયું છે જ્યારે સ્ટેજ પર આવી કોઈ મારા મારીની હરકત સામે આવી હોય.
UNCENSORED EXTENDED VERSION of Will Smith smacking Chris Rock from Japanese TV pic.twitter.com/s9BZoRyrrm
— Barstool Sports (@barstoolsports) March 28, 2022
વીડિયો બાદ જ્યારે સ્મિથ પોતાની જગ્યા લે છે ત્યારે તેના હાવભાવથી એવું બિલકુલ નથી લાગી રહ્યું કે તેણે કોઈ અભિનય કે મજાક કર્યો હોય. તેણે સાચેક મુક્કો ફટકારી દીધો હોય એવું જ લાગી રહ્યું છે. વિલ સ્મિથના ઉગ્ર સ્વભાવને જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા. કોઈએ નહોતું વિચાર્યું કે પત્ની પર થયેલા મજાકનો વિલ સ્મિથ ત્યારે ને ત્યારે આ પ્રકારનો બદલો લેશે. આ ઘટનાનો વીડિયો ભરપૂર વાઈરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે આ જ ઓસ્કર સમારંભમાં વિલ સ્મિથને કિંગ રિચર્ડ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કર એવોર્ડ પણ મળ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત