Homeગુર્જર નગરીજૂનાગઢ: એવું વળી કયું મનદુ:ખ હતું કે, ગુરૂએ શિષ્યની જટા જ કાપી...

જૂનાગઢ: એવું વળી કયું મનદુ:ખ હતું કે, ગુરૂએ શિષ્યની જટા જ કાપી નાખી

Team Chabuk-Gujarat Desk: ગુરૂબીન જ્ઞાન નહીં. ગુરૂ તો એને કહેવાય જે નવી દિશાઓ ઉઘાડી આપે, જેને એના કરતા બીજાની વધારે ફિકર હોય, પણ જૂનાગઢમાં એક ચોટી કાપનારા ગુરૂની વાતે ભારે ચર્ચા જગાવી છે. જૂનાગઢના વડાલ રોડ પર નિલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે. અહીંના ગુરૂદેવે પોતાના ચેલા એટલે કે શિષ્યને બોલાવી ચોટી કાપી નાખી ઉપરથી ધોલ ધપાટ કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.

ચોટીકાંડ ઘટનાની તમામ વિગતો કંઈક એવી છે કે, સંત અને સૂરાની ભૂમિ જૂનાગઢના વડાલ રોડ પર આવેલું નિલકંઠ મહાદેવનું મંદિર, જ્યાં મહંત દિગંબર રમેશગીરી, ગુરૂ મહંત રાજગીરી મહારાજ અને શિવપુરી ગુરૂ નારાયણપુરી વિરૂદ્ધ રમેશગીરીના શિષ્ય સોહનગીરીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સોહનગીરી જૂનાગઢના આશ્રમે આવેલો અને ભવનાથમાં શીખગીરીના આશ્રમે ઉતરાણ કર્યું હતું. આ સમયે 25 ઓક્ટોબરના રોજ તેને તેના ગુરૂ રમેશગીરીએ આશ્રમમાં બોલાવ્યો હતો. પ્રથમ તેની સાથે ઝઘડો કર્યો હતો અને બાદમાં તેની ઘેઘુર જટા કાપી નાખી હતી અને ઢોર માર માર્યો હતો. માર પડવાના કારણે શિષ્ય સોહનગીરીને સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

સોહનગીરીએ પોતાના ગુરૂ રમેશગીરી અને શિવપુરી વિરદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સોહનગીરીએ આક્ષેપ કર્યો છે કે, અગાઉ તેની નાદુરુસ્ત તબિયત હતી અને હરિદ્વારમાં સારવાર અર્થે હતો. એ સમયે ગુરૂ દ્વારા કોઈ પણ જાતની મદદ કરવામાં નહોતી આવી. શિષ્ય સોહનગીરીએ આ કારણે ગુરૂની સાથે સંવાદ સાધવાનું ટાળ્યું હતું. જેનું મનદુ:ખ ગુરૂએ માર મારી અને જટા કાપી ઉતાર્યું છે. આ સમગ્ર ઘટના પર વિધિસરની તપાસ પોલીસ કરી રહી છે.

(તસવીર પ્રતીકાત્મક છે.)

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments