Homeગુર્જર નગરીઅમદાવાદ: પાર્કિંગ જેવી નજીવી બાબતે યુવાને બહેન સામે તેના ભાઈને છરીના બે...

અમદાવાદ: પાર્કિંગ જેવી નજીવી બાબતે યુવાને બહેન સામે તેના ભાઈને છરીના બે ઘા ઝીંકી દીધા

Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં ફરી એક વખત ખૂની ખેલ ખેલાયો છે. આ વખતે બહેનની સામે જ ભાઈને છરીના ઘા ઝીંકી દેવામાં આવ્યા છે. ઘટનાના પાયામાં પાર્કિંગ જેવી નજીવી બાબત છે. અમદાવાદના જમાલપુર ખાતે પોતાના ભાણિયાને ડેન્ગ્યુ થયો હોય તેને મામા હોસ્પિટલ લઈ જવા માટે આવ્યા હતા. આ સમયે બહેનના પાડોશી સાથે વાહન પાર્કિંગની નજીવી બાબતે ચકમક ઝરી હતી અને આ બાબત છરીના ઘા ઝીંકવા સુધી પહોંચી ગઈ હતી.

ADV

જમાલપુર મહાજન વંડાની બાજુમાં આવેલા એપાર્ટમેન્ટના ફ્લેટમાં રહેતી મેહઝબીન મોહમ્મદ શોએબ કુરેશીના પુત્ર મોહમ્મદ અલીને ડેન્ગ્યુની અસર હોવાના કારણે તેમના નાનાભાઈ નવાજ સવારના સવા આઠ વાગ્યે તેને હોસ્પિટલ લઈ જવા માટે આવ્યા હતા. જ્યાં તેમના ભાઈને પાડોશી અકરમ શેખની સાથે ઝઘડો થયો હતો. નવાજની બહેન મેહઝબીન નીચે ગઈ હતી ત્યારે ઝઘડો ચાલી રહ્યો હતો.

ADV

ઝઘડાનું કારણ મેહઝબીને પોતાના ભાઈને પૂછતા તેણે જણાવ્યું હતું કે, તે સ્કૂટર લઈને આવ્યો અને પાર્ક કરી રહ્યો હતો એ સમયે તેમના સ્કૂટરને અડી ગયું હતું. એ વાતે જ ઝઘડો કરી રહ્યો છું. ભાઈ અને બહેનની વચ્ચે ચાલી રહેલી ચર્ચા દરમ્યાન જ અકરમે આપો ખોતા નવાજભાઈ ઉપર છરી ચલાવી હતી. જેમાંથી એક છરી તેમના પેટના ભાગે લાગી હતી, તો બીજી છરી પોતાનું રક્ષણ કરવા છતાં હાથના પોચાના ભાગે લાગી ગઈ હતી.

ADV

ભારે ઉહાપોહ થતાં અકરમ ત્યાંથી નાસી છૂટ્યો હતો, જ્યારે બીજી તરફ લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત નવાજભાઈને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર વારદાત અંગેની ફરિયાદ નવાજભાઈના બહેન મેહઝબીન કુરેશીએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments