Homeગુર્જર નગરીજૂનાગઢ: સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ કરવાની ધમકી આપતો હતો, ડિવાયએસપીએ આ...

જૂનાગઢ: સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ કરવાની ધમકી આપતો હતો, ડિવાયએસપીએ આ રીતે વાત કરવાનું કહ્યું અને પછી…

Team Chabuk-Gujarat Desk: ફક્ત જૂનાગઢમાં જ નહીં સમગ્ર ભારતમાં હવે સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા કેળવી, સામેની વ્યક્તિની લાગણી સાથે રમી બાદમાં છેતરપિંડી કરનારાઓનો રાફડો ફાટ્યો છે. જૂનાગઢમાં પણ એક આવી જ ઘટના બની હતી પરંતુ ડિવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની વાતથી ફરિયાદીના જીવમાં જીવ આવ્યો હતો. મોટાભાગે કેવું થાય છે કે સોશિયલ મીડિયામાં છેતરપિંડીનો ભોગ બનેલા લોકો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નથી નોંધાવતા. જેના કારણે આરોપીઓને ગુનાના અતિરેકનું પ્રોત્સાહન મળે છે અને તે વધારે ગુના આચરે છે.

જૂનાગઢના એક શખ્સ સાથે પણ આવું જ થયું. કોઈએ મહિલાનું આઈડી બનાવી, તેને ભોળવી, તેની સાથે ગળચટ્ટી વાતો કરી બાટલીમાં ઉતારી દીધો હતો. બાદમાં કપડાં ઉતારાવી વીડિયો ઉતારી લીધો. તેનો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી તેની પાસેથી નાણા ઉઘરાવ્યા. વીડિયો વાઈરલ થશે તો સમાજમાં આબરુ જશે અને બાદમાં આત્મહત્યાની નોબત પણ આવી શકે છે તેવા યુવાનને વિચારો આવવા લાગ્યા. અંતે ગળે બંધાયેલી આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે તેણે જૂનાગઢના ડિવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનો સંપર્ક કર્યો હતો.

ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ શખ્સને સાંત્વના આપી જણાવ્યું હતું કે હવે જો ફોન આવે તો કહેવાનું કે તારો નંબર અને રેકોર્ડિંગ ક્રાઈમ બ્રાન્ચને આપી દીધો છે. તોપણ જરૂર પડે તો મારો નંબર આપી દેજે. યુવાનને જ્યારે બીજી વખત ફોન આવ્યો ત્યારે ડિવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ કરેલી વાતનું અહીં પુનરાવર્તન કર્યું હતું. બાદમાં આ યુવાનને ફોન આવવાના જ બંધ થઈ ગયા હતા. આ ઘટના સંદર્ભે જૂનાગઢના એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ પણ નાગરિકોને અપીલ કરતા કહ્યું છે કે આવી ગેંગથી ગભરાવવાની જગ્યાએ પોલીસનો સંપર્ક કરવો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments