Team Chabuk-Gujarat Desk: ગુજરાતને હાલ કોરોના વાયરસને જાણે બાનમાં લીધું હોય તેમ લાગી રહ્યું છે. મહાનગરોની સાથે સાથે ગામડાઓમાં પણ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ હવે જેલ સુધી પણ પહોંચી ગયું છે. જૂનાગઢ જિલ્લાની માંગરોળ શહેરની સબ જેલમાં એક સાથે 14 કેદીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા જેલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. 14 કેદીઓ કોરોના સંક્રમિત થતાં જેલના અન્ય કેદીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. કેદીઓ પોઝિટિવ આવતા જેલને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરાઈ છે.
જેલના કુલ 14 કેદીઓમાંથી એક કેદીને જામીન મળતા તેને પોતાના ઘરે જ હોમ ક્વોરેન્ટાઈન કરાયો છે. જ્યારે અન્ય 13 કેદીઓને કુલ 7 જેટલી એબ્યુલન્સની મદદથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે.

માંગરોળ જેલની સબ જેલના એક અધિકારીએ જણાવ્યું કે, માંગરોળ જેલમાં કુલ 29 કેદીઓ કેદ છે. જેમાંથી એક કેદીની તબિયત લથડતા તેને સારવાર માટે લઈ જવાયો હતો. સાથે જ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને કેદીનો કોરોના ટેસ્ટ પણ કરાવાયો હતો. જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા અન્ય કેદીઓના રિપોર્ટ કરવાનું નક્કી કરાયું હતું. આમ, કુલ 29 કેદીઓમાંથી કુલ 14 કેદીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ માંગરોળ જેલના જેલરે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓના આદેશ મુજબ કોરોના સંક્રમિત કેદીઓને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમા લઈ જવાયા છે.
જેલમાંથી ચુસ્ત બંદોબસ્ત સાથે કેદીઓને હોસ્પિટલ લઈ જવાયા હતા. કેદીઓને હોસ્પિટલમાં રિફર કરવા માટે માંગરોળ મામલતદાર, DySP, PSI સોલંકી તેમજ માંગરોળ સબ જેલના જેલર એ.બી.મેવાડા સહિતનો સ્ટાફ કામે લાગ્યો હતો.
જૂનાગઢના કોરનાના છેલ્લા 10 દિવસના આંકડા
તારીખ કુલ કેસ સાજા થયા
12 એપ્રિલ 2021 87 15
11 એપ્રિલ 2021 83 27
10 એપ્રિલ 2021 93 30
09 એપ્રિલ 2021 89 17
08 એપ્રિલ 2021 77 15
07 એપ્રિલ 2021 43 17
06 એપ્રિલ 2021 37 20
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત