Team Chabuk-National Desk: દશેરા ઓક્ટોબર મહિનાની 15મી તારીખે ઉજવવામાં આવશે. દશેરા પહેલા નવરાત્રિ દરમ્યાન રામલીલાનો તહેવાર ભારતભરમાં ઉજવાય છે. આ તહેવારની ખાસિયત એ છે કે હિન્દુ ધર્મ સાથે તેના મૂળિયા જોડાયેલા હોવા છતાં તેમાં અન્ય ધર્મના લોકો પણ ભાગ લે છે. જોકે ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં બે મુસ્લિમભાઈઓનાં રામલીલામાં ભાગ લેવા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. તેમને ડરાવવામાં આવી રહ્યા છે. ધમકાવવામાં આવી રહ્યા છે. ચેતવણી આપવામાં આવી છે કે રામલીલામાં ભાગ લીધો તો સારું નહીં થાય.

આ સમગ્ર ઘટના ઉત્તર પ્રદેશના બરેલીના બારાદારીના જૂના વિસ્તાર પોલીસ ક્ષેત્રમાં આવે છે. આ વિસ્તારના રહેવાસી મુસ્લિમ યુવક દાનિશને અભિનયનો શોખ છે. રંગમંચનો કલાકાર છે. લાંબા સમયથી રામનો અભિનય કરી રહ્યા છે. હવે તેમના માટે સમસ્યા ઉભી થઈ ગઈ છે. દાનિશે આરોપ લગાવ્યો છે કે તેના ઘરમાં ભાડે રહેતા એક વ્યક્તિએ તેને ધમકાવ્યો છે. સોમવારે 27 સપ્ટેમ્બરે એ ભાડુઆત કેટલાક લોકોની સાથે રૂમમાં ઘુસી ગયો હતો. દાનિશે મીડિયા સાથેની વાતચીતમાં એવો આરોપ લગાવ્યો છે કે, તેમને રામલીલામાં રામનું પાત્ર ન ભજવવાનું કહેવામાં આવ્યું છે. ઘર પર કબ્જો જમાવવાની ધમકી આપવામાં આવી છે.

દાનિશના જણાવ્યા અનુસાર, ‘તું ભગવાન રામનું પાત્ર ભજવવાનું બંધ કરી દે નહીંતર તારી સાથે સારું નહીં થાય. જો તું આવું કરતો રહીશ તો અમે તારી સાથે કંઈ પણ કરી શકીએ છીએ. અમે તારા ઘર પર કબ્જો કરી લઈશું અને કોઈ દિવસ ખાલી નહીં કરીશું.’

મંગળવારે 28 સપ્ટેમ્બરના રોજ દાનિશ અન્ય મુસ્લિમ કલાકારોની સાથે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. બરેલીના એસપીની ઓફિસમાં તેણે ફરિયાદ દાખલ કરાવી હતી. એસએસપી રોહિત સજવાણ સાથે મુલાકાત કરીને દાનિશે ન્યાય માગ્યો હતો. ફરિયાદમાં દાનિશે કહ્યું છે કે, ‘હું એક કલાકાર છું અને તમામ ધર્મનું સન્માન કરું છું. મારા માટે તમામ ધર્મ એક છે અને એક કલાકાર માટે તેની કળા મહત્વ રાખે છે ન કે તેનો ધર્મ.’

દાનિશે જણાવ્યું કે, તેના પિતા નથી. ઘરમાં બે બહેનો છે. એ એકલો કમાવાવાળો છે. તેણે એમ પણ જણાવ્યું કે, આ ધમકીઓથી તે ખૂબ જ ડરેલો છે. બરેલી એસપી સુશીલ કુમારે દાનિશની ફરિયાદના આધારે તપાસના આદેશ આપ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત