Team Chabuk-Gujarat Desk: ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો છે. સેશન્સ કોર્ટે ‘ચાર ચાર બંગડીવાળી’ ગીત ગાવા પર પ્રતિબંધ લગાવ્યો છે. કિંજલ દવે હવેથી ‘ચાર ચાર બંગડીવાળી ગાડી લઇ દઉં’ ગીત નહીં ગાઇ શકે. ગીતના કોપીરાઈટ મુદ્દે સેશન્સ કોર્ટ દ્વારા કિંજલ દવે સામે હુકમ કરવામાં આવ્યો છે. ગીતની સીડી અને કેસેટના રૂપમાં પણ તેને ન વેચવાનો કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, કિંજલ દવે સામે આ ગીતને મુદ્દે કોપીરાઈટની કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આથી સેશન્સ કોર્ટે ‘ચાર ચાર બંગડીવાળી’ ગીત ગાવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરાયેલા કોપીરાઇટ કેસમાં કોર્ટ કોઇ નિર્ણય પર ન પહોંચે ત્યાં સુધી લાઇવ કોન્સર્ટમાં પણ આ ગીત ગાવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, 20 ડિસેમ્બર 2016થી RDC ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર આ ગીત અપલોડ કરવામાં આવ્યું હતું જે ખૂબ જ લોકપ્રિય થયું હતું. જાન્યુઆરી 2017માં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે એવો દાવો કર્યો હતો કે, ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર 2015માં કરી હતી. 29 સપ્ટેમ્બર 2016ના રોજ તેમણે કાઠિયાવાડી કિંગ્સની યુટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ કર્યો હતો. એટલે કે કાર્તિક પટેલ કિંજલ દવેએ કોપીરાઇટ કરેલા આ ગીતના માલિક ગણાય.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત