Homeતાપણુંભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલના કૉંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું-હવે વિકાસ નહી કૉંગ્રેસ...

ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલના કૉંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું-હવે વિકાસ નહી કૉંગ્રેસ ગાંડી થઈ છે

Team Chabuk-Political Desk: ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ગીર સોમનાથ જિલ્લાના ઉનાની મુલાકાતે હતા. જ્યાં તેમણે ઉનામાં સિનેમાનું ઉદઘાટન કરી જંગીસભાને સંબોધન કર્યું હતું. પાટીલે ભાષણ દરમિયાન કોંગ્રેસ અને આપ પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસને નિશાને લેતા કહ્યું હતું કે હવે વિકાસ નહી કોગ્રેસ ગાંડી થયેલ છે. સોનીયા ગાંધીનુ રીમોટ તૂટયું છે. 27 વર્ષથી કોગ્રેસને ગુજરાતમાંથી જાકારો મળ્યો છે. અને આ વખતે પણ જનતા કોંગ્રેસને જાકારો આપશે. કોગેસનો કુંવર જ્યા જાય છે ત્યા હારે છે.

આપના રેવડી કલ્ચર પર પણ ફરી પ્રહાર કરતાં કહ્યું હતું કે AAP તમારા મોબાઇલમાં ગેરંટી આપે છે, મોદી જે કહે છે તે કરે છે અને કર્યુ પણ છે. ગુજરાતમાં સત્તા મેળવવા આપ પાર્ટી જનતાને લાલચ આપવાનો પ્રયત્ન કરે છે. ગુજરાતમાં પાંચ લાખ સરકારી કર્મચારી તેમજ અધિકારીઓ છે. આપવાળા કહે છે કે હું 10 લાખ લોકોને નોકરી આપીશ.બધી ભરાયેલી છે તો 10 લાખને નોકરી કેવી રીતે આપશે તે મોટો સવાલ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments