Homeગુર્જર નગરીસુરેન્દ્રનગર: સબજેલમાં કિન્નરે આત્મહત્યા કરી, હાથ પર લખ્યું, " મારા દિકા.."

સુરેન્દ્રનગર: સબજેલમાં કિન્નરે આત્મહત્યા કરી, હાથ પર લખ્યું, ” મારા દિકા..”

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરમાં યુવકને જીવતો સળગાવાના પ્રયાસમાં ઝડપાયેલા કિન્નર કેદીએ સબજેલમાં આત્મહત્યા કરી લીધી. આરોપી કિન્નર કેદીએ બારીની ગ્રીલ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો લગાવી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

આરોપ છે કે, પોલીસના ત્રાસથી કિન્નરે આત્મહત્યા કરી લીધી છે. બીજી તરફ કિન્નરના હાથમાં “મારા દિકા સુરજ તારા વગર નહીં જીવી શકુ” અને “કારીનો જ એક્કો લવ સનાયા” એવુ લખાણ જોવા મળતા કિન્નરની આત્મહત્યાનું રહસ્ય ઘેરાયુ છે.

Surendranagar kinnar suicide

કિન્નર સનાયા ઉર્ફે યોગેશ મોણપરાને સુરેન્દ્રનગરના જ ધીરૂ પરાલિયા સાથે અનૈતિક સંબંધ હતો. જે સંબંધ સનાયા રાખવા ન માંગતો હોવા છતાં ધીરૂ તેને અનૈતિક સંબંધ રાખવા દબાણ કરતો હતો. આથી કંટાળેલા યોગેશ ઉર્ફે સનાયાએ નર્મદા કેનાલ નજીક ધીરૂને પેટ્રોલ છાંટીને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.

ગંભીર રીતે દાઝી જતાં ધીરૂ પરાલીયા હાલ અમદાવાદ સારવાર હેઠળ છે. આ તરફ સમગ્રર કેસમાં એ ડિવિઝન પોલીસે આરોપી કિન્નર સનાયા ઉર્ફે યોગેશની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. મંગળવારે વહેલી સવારે સુરેન્દ્રનગર સબજેલમાં કિન્નર સનાયાએ બારીની ગ્રીલ સાથે પોતાનો દુપટ્ટો બાંધી ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધુ હતું. મૃતક સનાયાને સુરેન્દ્રનગરના સુરજ ઉર્ફે કાળીના એક્કા તરીકે ઓળખાતા વ્યક્તિ સાથે પ્રેમસંબંધ હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર મુદ્દે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments