Homeગુર્જર નગરીકીર્તિ પટેલ ફરી આવી વિવાદમાઃ યુવતીને લોખંડની પાઈપ વડે માર મારીને મારી...

કીર્તિ પટેલ ફરી આવી વિવાદમાઃ યુવતીને લોખંડની પાઈપ વડે માર મારીને મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ

Team Chabuk-Gujarat Desk: વિવાદીત ટીકટોક સ્ટાર કીર્તિ પટેલનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. અમદાવાદની એક યુવતીએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે, કીર્તિ પટેલ અને તેના બે સાથીદારોએ યુવતીને લોખંડની પાઈપથી માર માર્યો. એટલું  જ નહીં કીર્તિએ યુવતીની કારના કાચ તોડી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. આ સમગ્ર મામલે પોલીસે કીર્તિ પટેલ તથા તેના બે સાથીદારો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો, અમદાવાદમાં રાણીપ ખાતે રહેતી અને બ્યૂટી પાર્લર ચલાવતી 27 વર્ષની યુવતી 6 મહિના અગાઉ ઈન્સ્ટાગ્રામમાં તેના મિત્રો સાથે લાઈવ હતી. આ દરમિયાન ટિકટોકથી જાણીતી બનેલી કીર્તિ પટેલે અચાનક આ યુવતી સાથે લાઈવ આવીને તેની માતાને ગાળો આપી હતી. આ મામલે જે તે વખતે યુવતીએ કીર્તિ પટેલ સામે અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.

પરંતુ ગત 21 ફેબ્રુઆરીના રોજના રાતના સમયે ફરિયાદી યુવતી ઘરેથી ઈન્સ્ટાગ્રામમાં લાઈવ હતી, તે દરમિયાન કોઈએ કમેન્ટ કરી કે ‘તમારી ગાડીના કાચ તૂટ્યા છે’. જેથી યુવતી ફ્લેટમાં નીચે ગાડી જોવા જઈ રહી હતી ત્યાં મહિલાએ યુવતીને કહ્યું કે, નીચે ના જશો તમારી ગાડીના કોઈએ કાચ તોડ્યા છે અને ત્યાં કેટલાક માણસો ઊભા છે જે તમને નુકશાન કરશે. આ યુવતીએ નીચે જઈને જોતાં તેની ગાડીના બધા કાચ તૂટેલા હતા પરંતુ સ્થળ પર કોઈ હાજર ન હતું.

લોખંડની પાઈપ વડે માર માર્યો

ગાડની કાચ તૂટવાની ઘટના બાદ ફરિયાદી યુવતી તેના મિત્રની ગાડી લઈને બહાર તપાસ કરવા ગઈ હતી. અને એસજી હાઈવે પર ચા પીવા માટે ઉભી રહી હતી. તે દરમિયાન અચાનક કારના કાચ તૂટવાનો અવાજ આવતા તે બહાર નીકળી હતી. એવામાં યુવતીના માથા અને બરડાના ભાગમાં કોઈએ લોખંડની પાઈપ વડે પ્રહાર કર્યો હતો. યુવતીએ પાછળ જોતાં માર મારનાર કીર્તિ પટેલ હતી અને તેના હાથમાં લોખંડની પાઈપ હતી.

મારી નાખવાની ધમકી આપી

લોખંડની પાઈપ વાગતા યુવતીના માથામાંથી લોહી વહ્યું હતું. અને કીર્તિ પટેલે યુવતીને બિભત્સ ગાળો ભાંડી હતી. કીર્તિ પટેલ સાથે અન્ય એક યુવક અને યુવતી હોવાનું પણ ફરિયાદી યુવતીએ જણાવ્યું છે. તમામે ફરિયાદી યુવતીને ધમકી આપતાં કહ્યું હતું કે, જો અમારા ગ્રુપની સામે પડી તો તને જાનથી મારી નાખીશું. ત્યારબાદ યુવતીએ પોલીસ અને તેના ભાઈને ફોન કરતાં તુરંત સારવાર માટે ખસેડાઈ હતી. આ મામલે કીર્તિ પટેલ અને તેના બે સાથીદાર સામે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments