Homeવિશેષજૂનાગઢઃ મહાશિવરાત્રીના મેળામાં આવેલા નાગા સાધુ શા માટે ધૂણી ધખાવે છે ?

જૂનાગઢઃ મહાશિવરાત્રીના મેળામાં આવેલા નાગા સાધુ શા માટે ધૂણી ધખાવે છે ?

Team Chabuk-Special Desk: મહાશિવરાત્રીના મેળામાં સૌથી વધુ કોઈ ચર્ચામાં રહેતા હોય તો તે નાગા સાધુ છે. મહાશિવરાત્રીના મેળામાં અનેક જગ્યાએથી નાગા સાધુ-સંતો આવે છે અને ધૂણી ધખાવે છે. મહાશિવરાત્રીના મેળામાં અનેક નાગા સાધુઓ જૂનાગઢ આવી પહોંચ્યા છે અને જનકલ્યાણ માટે ધૂણા ધકાવી ચુક્યા છે. મેળામાં દૂર-દૂરથી સાધુ સંતો અને વિવિધ અખાડાઓના મહામંડલેશ્વરો જૂનાગઢમાં પધાર્યા છે.

આ સાધુ-સંતો સતત પાંચ દિવસ સુધી અહીં રહી ધૂણાઓ બનાવશે. માટી અને ઈંટોથી બનેલા આ ધુણાઓમાં શિવરાત્રી સુધી અગ્નિ સતત પ્રજ્વલિત રહેશે. અગ્નિદેવની સાક્ષીમાં નાગા સાધુ શિવ આરાધના કરશે. નાગા સાધુ આ ધુણાની ભભૂતિ જ શરીર પર લગાવે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓને આ ભભૂતિને પ્રસાદીરૂપે આપવામાં આવે છે. લોકોનું કલ્યાણ થાય તે માટે આ પાંચ દિવસ સતત સાધુ સંતો પ્રાર્થના કરતા રહે છે.

કહેવાય છે કે, ધુણા એ નાગા સાધુની ઓળખ છે. આ ધુણામાં જ નાગા સાધુ રસોઈ બનાવી અને ભોજન કરે છે. મહાશિવરાત્રી સુધી આ ધુણાઓ સતત પ્રગટતા રહેશે અને શિવરાત્રીનું સ્નાન પૂર્ણ કરી નાગા સાધુ ધુણાઓનું વિસર્જન કરશે.

નાગા સાધુ વિશે

કહેવાય છે કે, 2700 વર્ષ પહેલાં ત્યારે બૌદ્ધ ધર્મનું વર્ચસ્વ સનાતન ધર્મ ઉપર વધી ગયું હતું અને રાજા-મહારાજાઓ લોકોને જોર જબરદસ્તીથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરાવતા હતા. ત્યારે જગતગુરુ શંકરાચાર્ય સનાતન ધર્મની પુનઃસ્થાપના માટે ચારે દિશામાં અલગ-અલગ મઠોની સ્થાપના કરી હતી. સનાતન ધર્મના પ્રચાર માટે શસ્ત્ર અને શાસ્ત્ર અને હથિયાર બનાવ્યા હતા. સનાતન ધર્મની રક્ષા માટે શંકરાચાર્ય નાગા સાધુઓની ફોજ તૈયાર કરી હતી જેનો ઉદ્દેશ્ય શિવ આરાધના અને સનાતન ધર્મની સ્થાપના કરવાનો હતો.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments