Homeગુર્જર નગરીકુખ્યાત કીર્તિ ફરી વિવાદમાં, અંગતપળોના ફોટા વાયરલ કરવાની ધમકી આપી બિલ્ડર પાસેથી...

કુખ્યાત કીર્તિ ફરી વિવાદમાં, અંગતપળોના ફોટા વાયરલ કરવાની ધમકી આપી બિલ્ડર પાસેથી માંગી ખંડણી !

Team Chabuk-Gujarat Desk: સોશિયલ મીડિયાથી ચર્ચામાં આવેલી કીર્તિ પટેલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. કીર્તિ પટેલ સામે ખંડણી માંગવાનો ગુન્હો નોંધાયો છે. મળતી માહિતી મુજબ સુરતના એક વેપારી પાસેથી કીર્તિ પટેલે 2 કરોડની ખંડણી માગી હતી. જે મામલે વેપારીએ કીર્તિ અને તેના સાગરિતો વિરૂદ્ધ સુરતના કાપોદ્રાના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પોલીસે કીર્તિ પટેલ અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો દાખલ કરી એક આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. જ્યારે ગુનો નોંધાતા કીર્તિ ભૂગર્ભમાં ઉતરી ગઈ છે જેની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, કીર્તિ પટેલ સામે આ અગાઉ અનેક ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. વજુ કોરડિયા નામના બિલ્ડરે નોંધાવેલી ફરિયાદ અનુસાર વર્ષ 2017માં તેણે વિજય સવાણી નામના વ્યક્તિ પાસેથી વેલંજા ખાતે એક ફ્લેટની ખરીદી કરી હતી. જોકે સમયસર નાણાં નહીં ચૂકવતા ફ્લેટનો સોદો કેન્સલ કરવો પડ્યો હતો જો કે, તેના માટે વિજય સવાણી બિલ્ડર પાસે વધુ 7 લાખ રૂપિયા માંગી રહ્યો હતો. જો કે આ ઘટના બાદ કોરોના અને લોકડાઉનની સ્થિતિ આવી જતા બિલ્ડર વજુ કારોડિયાએ નાણાની ચુકવણી માટે સમય માંગ્યો હતો. સમય પસાર થતાં વિજય સવાણીએ 7 લાખની જગ્યાએ 30 લાખ રૂપિયાની માંગણી શરૂ કરી હતી. જે અંગે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

દાવો છે કે, પૈસાની ઉઘરાણી માટે વિજય સવાણીએ કીર્તિ પટેલનો સહારો લીધો હતો. કીર્તિ પટેલે પોતાના સોશિયલ મીડિયા મારફતે વજુ કારોડિયાને ધાક ધમકી આપી હતી. અને ત્યારબાદ સમાધાન માટે બિલ્ડરને ફાર્મ હાઉસ પર મિટિંગ માટે બોલાવ્યો હતો. ત્યાં વજુ કોરડિયાને કીર્તિ અને તેના સાગરિતોએ ધમકી આપી હતી કે, કોઈ મહિલા સાથે તેની અંગતપળોનો વીડિયો છે જે તે સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે. એટલું જ નહીં આ જ કથિત વીડિયોના આધારે કીર્તિ અને ઝાકિર નામના વ્યક્તિએ વજુ કોરડિયા પાસે 7 લાખની જગ્યાએ 2 કરોડની માગણી કરી હતી. અને જો 2 કરોડ નહીં આપે તો હની ટ્રેપમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હતી. સમગ્ર મુદ્દે હાલ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

KIRTI PATEL

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments