Homeગુર્જર નગરીજસદણમાં કોળી સમાજનું શક્તિ પ્રદર્શન, કુંવરજી બાવળિયા ગેરહાજર

જસદણમાં કોળી સમાજનું શક્તિ પ્રદર્શન, કુંવરજી બાવળિયા ગેરહાજર

જસદણમાં કોળી સમાજનું શક્તિ પ્રદર્શન, કુંવરજી બાવળિયા ગેરહાજર

સમાજની 9 માગ સરકાર તાત્કાલિક સ્વીકારે

Team Chabuk-Gujarat Desk: વિધાનસભા ચૂંટણી પહેલા રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના બાખલવડ ગામે જસદણ કોળી સમાજના પ્રમુખ શામજી ડાંગરની આગેવાનીમાં કોળી સમાજનું મહાસંમેલન યોજાયું હતું. જસદણમાં કોળી સમાજનું શક્તિ પ્રદર્શન માનવામાં આવે છે. જસદણ અને વીંછિયા તાલુકાના કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોળી સમાજના આ મહાસંમેલનમાં જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા અને પૂર્વ ધારાસભ્ય ભોળા ગોહિલ ગેરહાજર રહ્યા હતા.

જસદણ કોળી સમાજના પ્રમુખ શામજી ડાંગરે જણાવ્યું હતું કે અમારા સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે. અમારો સમાજ મોટો અને પછાત હોવાથી અમે સરકારમાં રજૂઆત કરવાના છીએ કે ઠાકોર વિકાસ નિગમમાં જે ગ્રાન્ટ આપવામાં આવે છે એ ખૂબ ઓછી છે, જેથી અમારા સમાજને 5 હજાર કરોડની ગ્રાન્ટ આપવી જોઈએ. આ સંમેલનનો હેતુ એ છે કે અમારા સમાજમાં જે કુરિવાજો છે તેને દૂર કરવા અને સમાજના તમામ વિદ્યાર્થીઓને મદદ કરવી. સમાજની 9 માગ પડતર છે, જેને સરકાર તાત્કાલિક સ્વીકારે એવી અમારી માગ છે. અમે આ સંમેલનમાં કુંવરજી બાવળિયા અને ભોળા ગોહિલને આમંત્રણ આપ્યું હતું છતાં પણ કુંવરજીભાઈ હાજર રહ્યા નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments