Homeગુર્જર નગરીસુરતઃ લિફ્ટમાં કિશોરી સામે પેન્ટ ઉતારી અશ્લીલ હરકતો કરનાર એન્જિનિયર ઝડપાયો

સુરતઃ લિફ્ટમાં કિશોરી સામે પેન્ટ ઉતારી અશ્લીલ હરકતો કરનાર એન્જિનિયર ઝડપાયો

Team Chabuk-Gujarat Desk: સુરતના અડાજણ વિસ્તારમાં 15 વર્ષીય કિશોરીની છેડતી કરનારો 27 વર્ષનો યુવક ઝડપાયો છે. બિલ્ડીંગની લિફ્ટમાં યુવકે કિશોરી સામે અશ્લીલ હરકતો કરી હતી. આ મુદ્દે સગીરાના પરિવરે અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ સીસીટીવીના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

સુરતમાં બાળકીઓ, યુવતી અને મહિલાઓ સાથે છેડતીના કિસ્સાઓ ઘટવાનું નામ નથી લઈ રહ્યા. આવી જ એક ચોંકાવનારી ઘટના સુરતના અડાજણ વિસ્તારમાં બની. સુરતના અડાજણ વિસ્તારમાં 15 વર્ષીય કિશોરી સાથે એક વિકૃત માનસિકતા ધરાવતા યુવકે છેડતી કરી. બિલ્ડીંગની લિફ્ટ કિશોરીની એકલતાનો લાભ લઈ 27 વર્ષીય સાગર પટેલ નામના યુવકે બિભત્સ ચેનચાળા કર્યા.

કિશોરી લિફ્ટમાં ઘરે જઈ રહી હતી ત્યારે યુવક પણ લિફ્ટમાં ઘૂસી ગયો હતો. લિફ્ટમાં કિશોરીને એકલી જોઈ આરોપી યુવકે નિયત બગાડી હતી અને લિફ્ટમાં જ પોતાનું પેન્ટ ઉતારી અશ્લીલ હરકતો કરવાનું શરૂ કર્યું હતુ. યુવકની આવી હરકતો જોઈ કિશોરી ગભરાઈ ગઈ હતી અને રડવા લાગી હતી. બાદમાં કિશોરીએ રડતા રડતા સમગ્ર હકીકત ઘરે જઈ તેના માતા પિતાને કહી હતી. ઘટનાની ગંભીરતાને જોતા માતા પિતાએ તાત્કાલિક અડાજણ પોલીસનો સંપર્ક કર્યો હતો. બીજી તરફ પોલીસે બાળકીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી.

15 વર્ષીય કિશોરીએ રડતા રડતા સમગ્ર હકીકત તેના માતા-પિતાને જણાવી હતી. પોતાની દીકરીની વાત સાંભળી માતા પિતામાં યુવક સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો. જોકે લિફ્ટમાં સીસીટીવી હતા. ત્યારે બાળકીની વાત સાચી છે કે ખોટી તે જાણવા લીફ્ટના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. જ્યાં લિફ્ટના સીસીટીવી ચેક કરતાની સાથે જ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. યુવકની તમામ હરકતો સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

યુવકની અશ્લીલતાના પુરાવા સાથે માતા-પિતા અડાજણ પોલીસ મથક ગયા હતા અને યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક ફરિયાદ લઈ આરોપી સાગર પટેલની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, અશ્લીલ હરકતો કરનાર સાગર પટેલ ખાનગી મલ્ટીનેશનલ કંપનીમાં એન્જિનિયરની પોસ્ટ પર નોકરી કરી રહ્યો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments