Team Chabuk-Gujarat Desk: કચ્છમાં એક મહિલા પોલીસ કર્મચારી દારૂની હેરાફેરીના કેસમાં ઝડપાયા છે. પોલીસે દારૂની હેરાફેરીના કેસમાં એક વાહનની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપી અને તેમાં સવાર મહિલાએ પોલીસ કર્મચારીને કચડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસ કર્મીઓએ મહા મહેનતે કારને રોકી હતી. કારને રોકીને તપાસ કરવામાં આવી તો તેમાં સવાર મહિલા બીજું કોઈ નહીં પરંતુ પૂર્વ કચ્છની CID શાખામાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરી (nita chaudhri) હતા.
સમગ્ર બનાવની વિગત જોઈએ તો, ભચાઉ પોલીસે બાતમીના આધારે હાઈવે પર વોચમાં હતી તે દરમિયાન ભચાઉના ચોપડવા પાસે એક સફેદ રંગની થાર દેખાઈ હતી. પોલીસે થાર સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ થારના ડ્રાઈવરે પોલીસ કર્મીઓને કચડી નાખવાનો પ્રયાસ કરીને થાર ભગાવી હતી. જો કે પોલીસ કર્મીઓએ જીવ બચાવીને થારને રોકી હતી અને વાહનની અંદર તપાસ કરી હતી. તપાસ કરતાંની સાથે જ પોલીસ કર્મીઓ પણ ચોંકી ગયા હતા.

કેમ કે, આ કારમાં દારૂની હેરાફેરી કરનાર યુવરાજસિંહ નામના વ્યક્તિ સાથે મહિલા પોલીસ કેન્સ્ટેબલ નીતા ચૌધરી પણ હતા. જેથી પોલીસે બન્નેની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી પૂર્વ કચ્છના ગાંધીધામમાં CID ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. પોલીસને થાર કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે. તે જ સમયે, મહિલા કોન્સ્ટેબલ સાથે પકડાયેલા દારૂની હેરાફેરી કરનારા સામે 16 થી વધુ ફોજદારી કેસ નોંધાયેલા છે. હિસ્ટ્રીશીટર દારૂની હેરાફેરી કરનાર સામે હત્યાના પ્રયાસ જેવા ગુના પણ નોંધાયેલા છે.
ભચાઉ ડિવિઝનના ડીએસપી સાગર સાંબડાએ જણાવ્યું હતું કે, થાર કાર અને તેમાં રાખેલો દારૂ બંને જપ્ત કરવામાં આવ્યા છે, પોલીસે બંને ગુનેગારોની ધરપકડ કરી છે અને આ કેસમાં વધુ કરવામાં આવી રહી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત