Homeગુર્જર નગરીરાજ્યના 148 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, પલસાણા અને માણાવદરમાં સૌથી વધુ 8 ઈંચ...

રાજ્યના 148 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, પલસાણા અને માણાવદરમાં સૌથી વધુ 8 ઈંચ ખાબક્યો

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં મેઘરાજાએ પધરામણી કરી લીધી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 148 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં સુરત જિલ્લાના પલસાણા તાલુકા અને જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં સૌથી વધુ એટલે કે 8 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.     

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલ માહિતી મુજબ આજે તા. 1 જુલાઈ 2024ના રોજ સવારે 6 કલાકે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન સુરત જિલ્લાના મહુવા તાલુકામાં 171 મિ.મી એટલે કે 6.8 ઇંચ, ઓલપાડ તાલુકા 144 મિ.મી એટલે કે 5.76 ઇંચ, કામરેજ તાલુકામાં 143 મિ.મી એટલે કે 5.72, સુરત સિટીમાં 138 મિ.મી એટલે કે 5.52 ઇંચ વરસાદ નોંધાયો છે.

gujarat rain

આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે 150 મિ.મી એટલે કે 6 ઇંચ વરસાદ નોંધાયો હતો. વલસાડના વાપી તાલુકામાં 129 મિ.મી એટલે કે 5.16 ઇંચ, કપરાડા તાલુકામાં 113 મિ.મી એટલે કે 4.52 ઇંચ વરસાદ નોંધાયો હતો.

ભરૂચના જિલ્લાના ભરૂચ તાલુકામાં 109 મિ.મી એટલે કે 4.36 ઇંચ, જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ તાલુકામાં 106 મિ.મી એટલે કે 4.24 ઇંચ, જૂનાગઢ સિટીમાં 106 મિમી એટલે કે 4.24 ઇંચ, વિસાવદર તાલુકામાં 103 મિમી એટલે કે 4.12 ઇંચ વરસાદ નોધાયો હતો.

આ ઉપરાંત નવસારી જિલ્લાના ખેરગામ, નવસારી, ગણદેવી, ચિખલી તેમજ મોરબી, રાણાવાવ, વાલોદ, કુકાવાવ વાડિયામાં અંદાજિત 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉમરપાડા, ધોરાજી, અમદાવાદ સીટી, કેશોદ, વાગરા, ડોલવન, ધનસુરા, ભુજ, સાણંદ, સોનગઢ, ગઢડા, કડી, ખંભાળીયા, કલ્યાણપુર, માંડલ, ઇડર, માંડવી (કચ્છ), ગાંધીનગર, અને વાંસદા તાલુકામાં અંદાજિત 2 ઇંચ વરસાદ થયો છે .

આ ઉપરાંત ગુજરાતના 48 તાલુકાઓમાં અંદાજિત 1 ઇંચ થી વધારે જયારે અન્ય 39 તાલુકાઓમાં અડધો  ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોવાના અહેવાલો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments