Homeગુર્જર નગરીસોમનાથ પરિસરના ભૂગર્ભમાં મળેલી એલ આકારની ત્રણ માળની ઇમારત હકીકતે છે શું...

સોમનાથ પરિસરના ભૂગર્ભમાં મળેલી એલ આકારની ત્રણ માળની ઇમારત હકીકતે છે શું ?

ગુજરાતની ખમીરવંતી ધરતીમાં અનેક ઈતિહાસ ધરબાયેલા છે. માત્ર ધરતી પર જ નહીં સમુદ્રમાં પણ પૌરાણિક ઈતિહાસ સમાયેલો છે જેના પુરાવા આજે પણ મળી રહ્યા છે. ગીર સોમનાથનું એક નાનું એવું ગામ છે બેટ દ્વારકા. ત્યાં આજે પણ ચોમાસામાં સોનુ મળે છે. જે આપણા ભવ્ય ઈતિહાસનો પુરાવો નથી તો બીજુ શું છે ?  અનેક સ્થળે ગુફાઓ મળી આવી છે. હજુ એ સિલસિલો યથાવત જ છે.  

આ વખતે જે જગ્યાએથી ઈતિહાસ મળ્યો છે તે જગ્યાનો ઈતિહાસ પહેલાંથી જ ભવ્ય છે. આ સ્થળનું નામ છે સોમનાથ. અનેક પડકારોનો સામનો કરી અડીખમ ઉભેલાં સોમનાથ મહાદેવના મંદિરના પરિસરમાંથી ત્રણ માળની ઈમારત મળી આવી છે. આ ઈતિહાસ લોકો સમક્ષ બહાર આવે તે માટે ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર અને આર્કિયોલોજીના નિષ્ણાતોની ટીમે એક સરવે કર્યો હતો જેમાં સોમનાથના પરિસરના ભૂગર્ભમાં એલ આકારની ત્રણ માળની ઇમારત હોવાનું બહાર આવ્યું છે.

સોમનાથ મંદિરના પેટાળમાંથી મળી આવેલો આ વારસો સોમનાથના ભવ્યાતિભવ્ય ઈતિહાસની યાદો તાજી કરાવે છે. અનેક વખત સોમનાથ પર આક્રમણો થયા છે.  છતાં મંદિરના વારસાને કોઈ આંચ નથી આવી. તેના પૂરાવા સતત અને અવિરત મળતાં રહ્યાં છે.

ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર અને આર્કિયોલોજીના સંશોધનમાં પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરનો સદીઓ જૂનો ઇતિહાસ મળતાં હવે અનેક તર્ક વિતર્કો પણ થઈ રહ્યા છે. તો લોકોને જાણવાની પણ ઉત્સુકતા છે. ત્રણ માળની ઈમારતમાં પહેલો માળ અઢી મીટર, બીજો માળ 5 મીટર અને ત્રીજો માળ 7.30 મીટરની ઉંડાઈમાં છે.

ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર અને તેની સાથે 4 સહયોગી સંસ્થાના આર્કિયોલોજીના નિષ્ણાતોની ટીમે પ્રભાસપાટણમાં આવી સોમનાથ તીર્થનો ઈતિહાસ જાણવા સરવે કર્યો હતો. સોમનાથમાં સંશોધન કરવા આવેલી ટીમે ગ્રાઉન્ડ પેનેટ્રેટિંગ રડાર નામનું મશીનથી સોમનાથના વિવિધ સ્થળે સંશોધન કરી અને સોમનાથના પેટાળમાં રહેલા વારસા વિશે અંદાજો લગાવ્યો હતો. અને તેનો અહેવાલ ટ્રસ્ટને સોંપ્યો હતો.

પુરાતત્વનો અભ્યાસ કરવા આવેલી ટીમે સોમનાથ આસપાસ GPR ઈન્વેસ્ટિગેશન કર્યું હતું. જેમાં ગોલોકધામ એટલે કે દેહોત્સર્ગ તીર્થ સોમનાથ મંદિરનું પ્રવેશ દ્વાર દિગ્વિજય દ્વારથી વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ આસપાસ તેમજ પૌરાણિક બૌદ્ધ ગુફામાં સંશોધન કરી. અને 32 પેજનો એક રિપોર્ટ નકશા સાથે તૈયાર કર્યો હતો. અને તે સોમનાથ ટ્રસ્ટને સુપરત કર્યો હતો.

જો હવે આ ભૂમિભાગ પર ખનન થાય તો અહીંથી લોથલ, ધોળાવીરા અને વલ્લભીપુર જેવી જ પુરાતત્વ સાઈટ વિશ્વ સમક્ષ આવી શકે છે. જો આવું થાય તો એક નવી થિયરી પણ બહાર આવી શકે. સાથે જ માનવ વસવાટ વિશે વધુ જાણકારી પણ મળી શકે.

સોમનાથ વિશે થોડું જાણીએ

હાલનું જે મંદિર છે તેનું સાતમીવાર પુનઃનિર્માણ થયેલું છે. સરદાર વલ્લભભાઈ પટેલે 13 નવેમ્બર 1947ના રોજ મંદિરના પુનઃનિર્માણની પ્રતિજ્ઞા લીધી હતી. 11 મે 1951માં મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ. જ્યારે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ ત્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે, સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતીક છે. પ્રાણપ્રતિષ્ઠા દરમિયાન મહાદેવને 101 તોપનું સન્માન અપાયું હતું. નૌકાદળે સમુદ્રમાં તોપ ફોડી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથ ટ્રસ્ટના પહેલાં ચેરમેન હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments