Homeગુર્જર નગરીગરીબો માટે આશીર્વાદરૂપ AIIMS, એક દિવસના બેડનું ભાડું રૂ.35

ગરીબો માટે આશીર્વાદરૂપ AIIMS, એક દિવસના બેડનું ભાડું રૂ.35

રાજકોટ : રાજકોટમાં ખંઢેરી નજીક 201 એકર જમીન પર 1 હજાર 195 કરોડના ખર્ચે તૈયાર થનારી AIIMSના કારણે લાખો લોકોને ફાયદો થશે. 750 બેડની સુવિધા ધરાવતી AIIMSથી સામાન્ય લોકોને કેવી રીતે ફાયદો થશે તેને સમજીએ. લાંબા સમયથી AIIMSની માગણી ચાલી રહી હતી. ગુજરાતના કયા શહેરને AIIMSની મંજૂરી આપવી તેને લઈને ખુબ ચર્ચા વિચારણા ચાલી તો વિવાદ પણ થયા. આખરે એઈમ્સ માટે રાજકોટની પસંદગી કરાઈ અને તેનો શિલાન્યાસ પણ થઈ ગયો. હવે લોકોને 2022ની રાહ છે જ્યારે એઈમ્સ તૈયાર થઈ જાય અને લોકોની તેમાં સારવાર કરાવે.

માત્ર 10 રૂપિયામાં સારવાર !

રાજકોટ AIIMSમાં માત્ર 10 રૂપિયામાં નિદાન થશે. જો સારવાર માટે કોઈને દાખલ થવું પડે તો બેડનું ભાડું માત્ર 35થી 375 જ ચુકવવું પડશે. આ ઉપરાંત 10 દિવસ સુધી બે લોકોને ભોજન પણ AIIMS તરફથી અપાશે. AIIMSમાં 13 હજાર રૂપિયાના ઈન્જેક્શન માત્ર 800 રૂપિયામાં જ મળશે.

રાજકોટમાં AIIMS આવ્યા બાદ રાજ્યનું આરોગ્ય ક્ષેત્ર ઝડપથી વિકસે તેવી શક્યતા છે. ગુજરાતમાં જ આધુનિક સુવિધાઓથી ગંભીર બીમારીઓની સારવાર થઈ શકશે. કેન્સરના 202 અને હૃદયરોગના 186 પ્રકારના ડ્રગ હોસ્પિટલમાં જ મળશે જેથી કેન્સરના દર્દીઓને ખુબ ફાયદો થશે. એઈમ્સમાં OPDથી લઈને સર્જરી સુધીની કામગીરી યોજનાબધ્ધ રીતે કરવામાં આવશે.

દેશ ડિજિટલ તરફ આગળ વધી રહ્યો છે તો રાજકોટમાં નિર્માણ પામનારી એઈમ્સ પણ કેમ પાછળ રહે. જો કોઇને એઇમ્સમાં તપાસ કરાવવાની થાય તો તેમને લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન પણ એપોઇન્ટમેન્ટ લઇ શકશે. ઓનલાઈન મળેલા સમય મુજબ જે તે વ્યક્તિએ એઈમ્સમાં પહોંચી જવાનું એટલે તાત્કાલિક એપોઈમેન્ટ મળી જાય. આ ઉપરાંત રૂબરૂ તો તમે કેસ નોંધાવી જ શકો છે. જો ક્યારેય બહુ ભીડ હોય અને તમારો વારો મોડો આવે તેવું લાગતું હોય તો એઈમ્સમાં વેઈટિંગ લોન્જ પણ બનાવાશે. અહીં દર્દી અને દર્દીના સંબંધીઓ આરામથી બેસી શકશે.

સેલિબ્રિટી માટે પણ વ્યવસ્થા

સેલિબ્રિટી અને VIP લોકો માટે એઈમ્સમાં પ્રાઈવેટ વોર્ડની વ્યવસ્થા પણ રાખવામાં આવશે. કોઇ સેલિબ્રિટી, નેતાઓ કે અન્ય પ્રતિષ્ઠીત વ્યક્તિ ધારે તો જનરલ વોર્ડમાં રહેવાને બદલે પ્રાઈવેટ વોર્ડમાં દાખલ થઈ શકશે. અહીં બે પ્રકારના રૂમ હશે જે તમામ સાધન-સુવિધાઓથી સજ્જ હશે. અત્યંત લક્ઝુરિયસ રૂમ હોવા છતાં તેનુ ભાડું પ્રતિદિવસ માત્ર બેથી ત્રણ હજાર રૂપિયા જ હશે.

એઈમ્સ વિશે જાણો

AIIMS એટલે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ. એઇમ્સ એ સૌથી ઊંચી કક્ષાની મેડિકલ કોલેજ છે.

એક્સચેન્જ પ્રોગ્રામ

એઈમ્સમાં એક્સચેન્જ પ્રોગ્રામ ચાલે છે. જે અંતર્ગત  એઈમ્સના તબીબોને વિદેશની ઉચ્ચ કક્ષાની મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમ અને સંશોધન માટે મોકલવામાં આવે છે. તેવી જ રીતે વિદેશના તબીબો અહીં આવે છે.

ગરીબો માટે આશીર્વાદરૂપ એક દિવસના બેડનું ભાડું રૂ.35 પ્રતિદિન

દિલ્હી એઇમ્સના ભાડા મુજબ જો જોઈએ તો જ્યારે દર્દીને દાખલ કરવામાં આવે ત્યારે 25 રૂપિયા એડમિશન ફી લેવાશે. ત્યારબાદ એક દિવસના 35 રૂપિયા દર્દીને ચુકવવા પડશે. જો કોઈને 10 દિવસ હોસ્પિટલમાં રહેવું પડે તો ભાડુ 350 રૂપિયા અને એડમિશન ફી 25 રૂપિયા એમ કુલ મળીને દસ દિવસના 375 રૂપિયા જ ચુકવવા પડશે. આ 350 રૂપિયામાં સારી સારવાર ઉપરાંત ફૂલ એસી રૂમ તો ખરો જ. આમ, ગુજરાતને એઈમ્સથી અઢળક ફાયદા છે. સૌથી વધુ ફાયદો સૌરાષ્ટ્રને થશે. સૌરાષ્ટ્રના લોકોને સારવાર માટે બહુ લાંબુ નહીં થવું પડે. પહેલાં સૌરાષ્ટ્રના લોકોને કોઈ મોટી સર્જરી કે અન્ય કોઈ મોટી બીમારીની સારવાર માટે ફરજિયાત અમદાવાદ ધક્કો થતો. હવે બસ એક વર્ષ આ ધક્કા થશે ત્યારબાદ રાજકોટના આંગણે બનનારી એઈમ્સના કારણે એ મુશ્કેલીમાંથી રાહત મળશે. સાથે સારી સારવાર પણ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments