Homeદે ઘુમા કેલારાની જુબાની : વેસ્ટઈન્ડિઝની ટીમ અંચઈ પર આવી ગઈ

લારાની જુબાની : વેસ્ટઈન્ડિઝની ટીમ અંચઈ પર આવી ગઈ

10 એપ્રિલ 1990. ઈંગ્લેન્ડ સામે મેચ હતી. મેચ લગભગ ડ્રો થવાની હતી. રો બેલી બેટિંગ કરી રહ્યો હતો. કર્ડલી એન્ડ્રૂઝના હાથમાં બોલ હતો. કર્ડલીએ બોલ ફેંક્યો તો સીધો વિકેટકીપરના હાથમાં ગયો. આ દરમિયાન બોલમાં થોડી મૂવમેન્ટ જોવા મળી એટલે થોડી અપીલ થઈ. સ્લીપમાં ઉભેલા વિવિયન રિચર્ડ્સે આક્રમક અંદાજમાં અપીલ કરી. બધા ખેલાડીઓ કરતાં કંઈક અલગ.

તે સ્લીપમાંથી દોડીને આવ્યો અને અડધી પીચે પહોંચી ગયો. પોતાની આંગળી ઉપર કરીને અમ્પાયર પર દબાવ બનાવવાની કોશિશ કરી રહ્યો હતો. અમ્પાયર આઉટ આપવા માટે તૈયાર ન હતા, પરંતુ તેણે દબાવમાં આવીને આંગળી ઉપર કરી એટલે બેટ્સમેનને મેદાન છોડવું પડ્યું.

બોલર અને અન્ય ખેલાડીઓને જોતા એવું ન હતું લાગતું કે બેટ્સમેન આઉટ છે. રોબ બેલી પણ અમ્પાયરના નિર્ણયથી નારાજ થયો. થોડી વાર વિકેટ પર ઉભો રહ્યો અને ત્યારબાદ પેવેલિયનમાં જતો રહ્યો. આ ટેસ્ટમેચ ઈંગ્લેન્ડ હારી ગઈ. આ પછીની ટેસ્ટ મેચ પણ ઈંગ્લેન્ડ હારી. સિરીઝ પણ વેસ્ટઈન્ડિઝે 2-1થી જીતી લીધી.

આ ઘટનાના 27 વર્ષ બાદ લારાએ એક સ્પીચમાં આ વાતનો ઉલ્લેખ કર્યો. લારાએ સ્વીકાર્યું કે, આ એક ઘટનાએ તેમને એક વેસ્ટ ઈન્ડિયન તરીકે શરમમાં મુકી દીધો હતો. મનું કહેવું હતું કે, વેસ્ટઈન્ડિયન ખેલાડીને આવું કરતા બચવું જોઈતું હતું.  

આ લેક્ચરમાં લારાએ વધુ એક કિસ્સો પણ સંભળાવ્યો હતો. જે લારાના કેરિયરની બીજી ટેસ્ટમેચનો કિસ્સો હતો.સાઉથ આફ્રિકા સામે મેચ હતી. બ્રાયન લારાએ બેકફૂટ પર જઈ શોટ ફટકાર્યો. બોલરને ક્રોસ કર્યો તો બોલર અપીલ કરવા લાગ્યો. બોલર અમ્પાયરને બતાવી રહ્યો હતો કે વિકેટની બેલ્સ નીચે પડી ગઈ છે. 

લારાને પણ અહેસાસ થયો કે તેણે શોટ ફટકાર્યો ત્યારે તેનો પગ કોઈ વસ્તુ સાથે તો ટકરાયો હતો. બંને અમ્પાયર મળ્યા. ડિસ્કશન કરી ત્યારબાદ લારાને નોટઆઉટ અપાયો.

લારાએ કહ્યું કે, આ ઈનિંગ દરમિયાન એ વાત જ તેના મગજમાં ચાલી રહી હતી. આ જ કારણે તે લાંબા સમય સુધી રમી ન શક્યો.  આ ઘટના બાદ તેણે નિર્ણય કરી લીધો કે,  જ્યારે પણ તેને એવું લાગશે કે તે આઉટ છે તે અમ્પાયરના નિર્ણયની રાહ નહીં જોવે. લારાએ પોતાના કરિયર દરમિયાન પોતાને જ આપેલા આ વચનને ખુબ સારી રીતે નિભાવવ્યું.  

1990માં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ રમેલી ઈનિંગ માટે લારા વધુ એક વાત કહે છે. આ સિરીઝમાં લારા 12માં ખેલાડી તરીકે રમી રહ્યો હતો. પહેલી ટેસ્ટ ઈંગ્લેન્ડે જીતી. બીજી ટેસ્ટ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ. ત્રીજી ટેસ્ટ ઈંગ્લેન્ડ ફરીથી જીત તરફ હતી. પાંચમાં દિવસે વરસાદ શરૂ થયો. ઈંગ્લેન્ડ સામે બહુ નાનું લક્ષ્ય હતું.  

એવું લાગી રહ્યું હતું કે દિવસમાં ત્રણ કલાક પણ રમવા મળ્યું તો ઈંગ્લેન્ડ જીતી જશે. પાંચમાં દિવસનું પહેલું સેશન વરસાદમાં ધોવાયું. વેસ્ટઈન્ડિઝ પ્લેયર એવું કરી રહ્યા હતા જેનાથી મેચ શરૂ ન થાય. ખેલાડીઓ મેદાન પર જઈ રહ્યા હતા અને ગ્રાઉન્ડ ભીનું હોવાનું કહી રહ્યા હતા.

આખરે બે કલાકનો સમય બાકી હતો ત્યારે મેચ શરૂ થઈ. આ દરમિયાન લારાનો ઉપયોગ થયો જે તેને ન ગમ્યું. સમય પસાર કરવા માટે લારાને મેદાન પર ક્યારેક કેળા, ક્યારેક પાણી તો ક્યારેક કફ ટેબલેટ લઈને મોકલવામાં આવ્યો.

લારા ખેલાડી પાસે જતો અને ટાઈમ વેસ્ટ કરતો. લારાએ સ્વાકાર્યું કે તે સમયે તેને પોતાના પર અને વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ પર દયા અને ગુસ્સો આવ્યા. દિવસના અંતે મેચ ડ્રો રહી. હાથમાં આવેલી જીત પણ વેસ્ટઈન્ડિઝની કૂટનીતિના કારણે ઈંગ્લેન્ડ જીતી ન શકી.

લારાએ તેના જીવનમાં ખુબ મહેનત કરી છે. અને મહેનતના ફળ હંમેશા મીઠા જ હોય છે. લારા જ્યારે 4 વર્ષનો હતો ત્યારે તે નારિયેળીમાંથી બનેલા બેટથી રમતો. જે પેઈન્ટિંગ બ્રસ જેવું દેખાતું. આ વાત લારાએ પોતે જ કહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments