Homeગુર્જર નગરીબનાસકાંઠાઃ શહીદ જવાનની અંતિમયાત્રામાં ઉમટી પડ્યા લોકો, અંતિમ દર્શન માટે 2 કિ.મી....

બનાસકાંઠાઃ શહીદ જવાનની અંતિમયાત્રામાં ઉમટી પડ્યા લોકો, અંતિમ દર્શન માટે 2 કિ.મી. લાંબી લાઈન લાગી

Team Chabuk-Gujarat Desk: ગુજરાતના વધુ એક વીર જવાને દેશ કાજે શહાદત વ્હોરી લીધી છે. બનાસકાંઠા જિલ્લાના મગરાવા ગામના વીર જવાન ભલાભાઈ નારણાભાઈ ચૌધરી દેશની રક્ષા કરતાં કરતાં શહીદ થયા છે. ગઈકાલે રવિવારે ભલાભાઈ ચૌધરીના અંતિમ સંસ્કાર પોતાના માદરે વતન મગરાવા ગામે કરવામાં આવ્યા હતા. નાની ઉંમરમાં જ ભલાભાઈ ચૌધરી દેશની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ગઈકાલે શહીદ જવાનના પાર્થિવ દેહને અંતિમ સલામી આપવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ગાર્ડ ઓફ ઓનર સાથે શહીદ જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

શહીદ જવાન ભલાભાઈ ચૌધરી જમ્મુ-કાશ્મીર ખાતે ભારતીય સેનામાં ફરજ બજાવતાં હતા. ત્યારે ફરજ દરમિયાન તેઓ શહીદ થયા હતા. રવિવારે વહેલી સવારથી જ હજારો લોકો રાજસ્થાન બોર્ડરના નેનાવા ગામેથી મગરાવા સુધી મુખ્ય હાઇવે ઉપર જોવા મળ્યા હતા અને આર્મી જવાનના પાર્થિવ દેહને બીકાનેર આર્મી હોસ્પિટલથી સીધો તેઓના વતન ધાનેરા તાલુકાના મગરાવા ગામે લાવવામાં આવતાં વાતાવરણ શોકમય બની ગયું હતું. આ શહીદ જવાનની અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં. લગભગ 2 કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી હતી. સેનાના જવાન ભલાભાઈ ચૌધરીના પોતાના વતનમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. જેમાં મગરાવા ગામે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને સમાજના આગેવાનો, અન્ય સમાજના લોકો અને પરિવારજનો સહિત સમસ્ત ગ્રામજનો મોટીસંખ્યામાં જોડાયા હતા.

અંતિમ સંસ્કાર સમયે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરીભાઈ ચૌધરી, બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ, જાલોરના સાંસદ દેવજીભાઈ ચૌધરી, ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલ, અખિલ ભારતીય આંજણા મહાસભાના પ્રમુખ વિરજીભાઈ જુડાલ, પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ, કેશરભાઈ ચૌધરી, બનાસબેંકના ચેરમેન એમ. એલ.ચૌધરી, માવજીભાઈ દેસાઈ, ભુરાભાઈ પટેલ સહીત ધાનેરા તાલુકાના તમામ આગેવાનો સહીત તમામ સમાજના આગેવાનોએ પણ પાર્થિવદેહને પુષ્પાંજલી અર્પણ કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments