Homeદે ઘુમા કેજે છેલ્લે અઝરુદ્દીન સમયે થયું હતું એ હવે કોહલી સમયે થયું, આટલો...

જે છેલ્લે અઝરુદ્દીન સમયે થયું હતું એ હવે કોહલી સમયે થયું, આટલો ખરાબ રેકોર્ડ!

Team Chabuk-Sports Desk: આઈસીસી ટ્રોફીની ભારત 2013થી પ્રતીક્ષા કરી રહ્યું છે. છેલ્લે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. એ વખતે ટ્રોફી હાથમાં આવતા આવતા રહી ગઈ હતી. હવે ફરી એક વખત આઈસીસીની ટ્રોફી જીતવાનું લક્ષ્ય ચૂકાય જતું દેખાઈ રહ્યું છે. ગઈકાલના મેચમાં ન્યૂઝીલેન્ડની વિરૂદ્ધ ભારતનો વિજય તો ન થયો પણ એક ખરાબ રેકોર્ડ બની ગયો.

ભારતીય ક્રિકેટ ઈતિહાસના 22 વર્ષમાં, આ બીજી વખત એવું બન્યું છે કે, ભારતે વિશ્વકપ કેમ્પેઈનના પોતાના શરુઆતના બંને મેચ ગુમાવી દીધા હોય. 1999માં ઈંગ્લેન્ડમાં યોજાયેલા વનડે વિશ્વકપમાં, ભારતને પોતાના પ્રથમ બે મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. મોહમ્મદ અઝરુદ્દીનના નેતૃત્વમાં રમી રહેલી ટીમ ઈન્ડિયાને પ્રથમ સાઉથ આફ્રિકાએ ચાર વિકેટથી પરાજય આપ્યો હતો. એ પછી ઝિમ્બાબ્વે સામે ત્રણ રનથી પરાજય થયો હતો.

એ પછી ભારતે વનડે અને ટી ટ્વેન્ટી વિશ્વકપના કેટલાય ફોર્મેટ રમ્યા હતા, પણ કોઈમાં સતત બે પરાજય નથી મળ્યા. 2009, 2010ના ટી ટ્વેન્ટી વિશ્વકપના ગ્રુપ સ્ટેજમાંથી ભારતીય ટીમ બહાર થઈ ગઈ હતી, ત્યારે પણ સતત બે મેચ નહોતા હાર્યા. ગઈકાલે મળેલા પરાજય બાદ ન્યૂઝીલેન્ડની સામે આઈસીસી ટૂર્નામેન્ટમાં પરાજીત થવાનો સિલસિલો પણ ભારતીય ટીમે અકબંધ રાખ્યો છે.

છેલ્લે 2003ના વિશ્વકપમા સૌરવ ગાંગુલીના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમે કિવી ટીમને પરાજય આપ્યો હતો. એ પછી જ્યારે પણ ભારતનો ન્યૂઝીલેન્ડની સામે સામનો થયો છે. હારવાનો જ વારો આવ્યો છે. હવે ભારત 3 ઓક્ટોબરના રોજ અફઘાનિસ્તાનની સામે રમશે. બાદમાં સ્કોટલેન્ડ અને નામીબિયાની વિરૂદ્ધ રમી ગ્રુપ સ્ટેજનો પોતાનો પ્રવાસ પૂર્ણ કરશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments