Homeગુર્જર નગરીમાતા-પિતા ચેતી જશો: વડોદરામાં ધોરણ 7ના બાળકોની સ્કૂલ બેગમાંથી દારુ-સિગારેટ મળ્યા

માતા-પિતા ચેતી જશો: વડોદરામાં ધોરણ 7ના બાળકોની સ્કૂલ બેગમાંથી દારુ-સિગારેટ મળ્યા

Team Chabuk-Gujarat Desk: એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. માતા પિતા માટે એક ચેતવણીરુપ સમાચાર છે. વડોદરાના સમા સાવલી રોડની અંબે વિદ્યાલયના 7માં ધોરણના 4 વિદ્યાર્થીઓની બેગમાંથી દારૂ અને સિગારેટ મળી આવ્યા છે. જેણે શાળા તંત્રને ચોકાવી દીધું હતું, ઘટના બાદ અન્ય વિદ્યાર્થીઓના માતા પિતાએ વિદ્યાર્થીઓ સામે પગલાં ભરવા મેનેજમેન્ટને રજૂઆત કરી હતી. હાલ શાળા સંચાલકે ચાર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા છે. પણ તપાસનો વિષય એ છે કે ધોરણ 7 ના વિદ્યાર્થીઓ પાસે દારૂની બોટલ આવી ક્યાંથી ?

સુત્રો મુજબ, વિદ્યાર્થીઓ પાસે દારૂ હોવાની શાળાના જ અન્ય વિદ્યાર્થીઓ અને વાલીઓએ સ્કૂલમાં રજૂઆત કરી હતી. આ વિશે સ્કૂલના એક વાલીએ જણાવ્યું કે, ભૂલ કરનાર બાળકોનું કાઉન્સિલિંગ થવું જોઈએ. પોલીસને જાણ કરી દારૂ અને સિગારેટ ક્યાંથી આવી તે તપાસ થવી જોઈએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments