Homeગુર્જર નગરીરાજકોટ: સવારે ચાલીને જતી છોકરીઓને બેઠકના ભાગે થાપલી મારી ભાગી જતો, વિકૃતિ...

રાજકોટ: સવારે ચાલીને જતી છોકરીઓને બેઠકના ભાગે થાપલી મારી ભાગી જતો, વિકૃતિ આચરનાર શખ્સ પકડાયો

રાજકોટના અક્ષરમાર્ગ પર યોગા ટીચરની છેડતી કરનાર વિકૃત સખ્શ પકડાયો છે. કુસ્તીમાં ગોલ્ડ મેડાલીસ્ટ કૌશલ રમેશભાઇ પીપળિયા (ઉ.24) રહે. દેવપરાને માલવીયાનગર પીઆઇ આઈ.એન. સાવલિયા, પીએસઆઇ એમ.એસ.મહેશ્વરી, મસરિભાઈ સહિતની ટીમે પકડ્યો છે. 100 જેટલી મહિલાઓ સાથે વિકૃતવેડા કર્યાનું આ વ્યક્તિએ કબુલ્યું છે. આરોપીનું નામ કૌશલ રમેશભાઇ મોહનભાઇ પીપળીયા છે.

આ શખ્સે અભ્યાસ 1 થી 3 સુરત ગાયત્રી સ્કુલ ત્યાર બાદ 4 થી 7 જૂનાગઢ સ્વામીનારાયણ ગુરૂકુળમાં ત્યાર બાદ 8 થી 10 અમદાવાદ સ્વામીનારાયણ ગુરૂકુળ ત્યાર બાદ 11 અને 12 શેઠ હાઇસ્કુલ ૮૦ ફુટ રોડ રાજકોટ ખાતે કર્યો છે. હાલ એફ.વાય.બી કોમ જે.જે.કુડલીયા કોલેજ રાજકોટ ખાતે અભ્યાસ કરે છે.

તે ફ્રી સ્ટાઇલ કુસ્તી રમે છે અને આ કુસ્તીમાં રાજય કક્ષાએ સુરત ખાતે ગોલ્ડ મેડલ પણ મળેલ છે. તે પરીણીત છે. કુલ બે ભાઇઓમાં મોટો છે. એક ભાઇ કરણભાઇ ઉ.વ.૨૭ હાલ કેનેડા ખાતે ત્રણ વર્ષથી છે અને તેના પિતા રમેશભાઇ મોહનભાઇ પીપળીયા ઉ.વ.53 વાળા જે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં કમીશન એજન્ટ તરીકે “શ્રી હરી” એન્ટર પ્રાઇઝ ચલાવે છે.

રાજકોટ શહેરમાં અમીન માર્ગ તથા કોટેચા ચોક વિસ્તાર તથા યુનિવર્સિટી રોડ તથા રાજકોટના પોશ વિસ્તારમાં વહેલી સવારમાં નિકળતી મહિલા તથા છોકરીઓ સામે બીભીત્સ ચેન ચાળા કરતો હતો. આ રીતે રાજકોટ શહેરમાં 60 થી 70 જગ્યાએ એવું કરેલ છે. વહેલી સવારે ચાલીને જતી છોકરીઓ તથા મહીલાઓને ચાલુ ગાડીએ બેઠકના ભાગે થાપલી મારી ગાડી લઇ ભાગી જવાની આદત પણ ધરાવે છે. આવુ છેલ્લા બે વર્ષ દરમ્યાન અવાર નવાર અલગ અલગ જગ્યાએ કરતો હોવાનું કબૂલે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments