Team Chabuk-Gujarat Desk: એસજી હાઈવે પર આવેલી શેલ્બી હોસ્પિટલ પાસેના એક બંગલોમાં દારૂની મહેફીલ ચાલી રહી હતી અને પોલીસ ત્રાટકી હતી. આનંદનગર પોલીસને બાતમી મળતા બંગલા પર પહોંચીને રેડ પાડી હતી. બર્થડે પાર્ટીની ઉજવણીમાં યુવાનો દ્વારા દારૂની મહેફિલ માણવામાં આવી રહી હોવાની વિગતો મળી હતી. ધરપકડ કરાયેલા લોકોમાં બિલ્ડરનો દીકરાનો પણ સમાવેશ થાય છે. શેલ્બી હોસ્પિટલ પાસે આવેલા રાજદીપ વિલા-1 બંગ્લોમાં દારૂની મહેફિલ પર પોલીસે રેડ પાડી છે. આ બંગલામાં કેટલાક લોકો દારૂ પી રહ્યા હોવાની વિગત પોલીસને બાતમી મળી હતી. બંગલામાં દારૂ પાર્ટી પર પોલીસે રેડ પાડીને 8 જેટલા લોકોની ધરપકડ કરી લીધી છે.
શહેરના બિલ્ડરના બંગલામાં દારૂની મહેફિલ માણવામાં આવી રહી હતી. જેના આધારે પોલીસે તપાસ કરીને બિલ્ડરના દીકરા, ભત્રિજા સહિતના લોકોને પકડી લીધા છે. આ મહેફિલમાં દારૂની બોટલો ક્યાંથી લાવવામાં આવી હતી? કોના બર્થડે પર દારૂની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું તેની તપાસ હાથ ધરવામાં આવી છે. આનંદનગર પોલીસ દ્વારા આ કેસમાં પકડાયેલા લોકો સામે અગાઉ કોઈ ગુનો નોંધાયો છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી શકે છે.
આ કેસમાં પોલીસે શહેરના અલગ-અલગ વિસ્તારમાં રહેતા યુવકો એક જગ્યા પર એકઠા થઈને દારૂની મહેફિલ માણી રહ્યા હતા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલા લોકો સામે દારૂબંધીના ભંગ સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત