Team Chabuk-National Desk: અતીક અને અશરફની હત્યા બાદ સરેન્ડર કરનારા ત્રણેય હત્યારાઓને ઉત્તર પ્રદેશની નૈની જેલમાં રાખવામાં આવ્યા હતાં પરંતુ હવે તેમના પર પણ હુમલો થઈ શકે છે તેવી ભિતીના પગલે ત્રણેયની તત્કાળ અન્ય જેલમાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અતીક અને અશરફની હત્યાના આરોપી ત્રણેય શૂટર્સને સોમવારે નૈની જેલમાંથી પ્રતાપગઢ જેલમાં ખસેડવામાં આવ્યા હતા. શૂટર્સ લવલેશ તિવારી, સની અને અરુણ મૌર્ય કડક સુરક્ષા હેઠળ પ્રતાપગઢ જિલ્લા જેલમાં શિફ્ટ કરાયા હતાં. આમ કરવા પાછળનું કારણ અતીક અહેમદનો પુત્ર અલી છે. અલી પણ હાલ નૈની જેલમાં કેદ છે. આ સ્થિતિમાં સુરક્ષાના કારણોસર ત્રણેય શૂટરોને તત્કાળ અર્થે પ્રતાપગઢ જેલમાં ખસેડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, 15 એપ્રિલની રાત્રે અતીક અહેમદ અને અશરફની પોલીસ કસ્ટડીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઉમેશ હત્યા કેસની તપાસમાં સામેલ પોલીસ ધુમનગંજ પોલીસ સ્ટેશનમાં અતીક-અશરફની પૂછપરછ કરી રહી હતી. ત્યારબાદ એવી માહિતી મળી હતી કે, ઉમેશની હત્યા કર્યા બાદ હત્યારાઓએ અતીકના ઘરથી 200 મીટર દૂર આવેલા જંગલમાં નાટેના અડ્ડા પર આશ્રય લીધો હતો. નાટે અતીક અહેમદનો ખાણકામનો વ્યવસાય સંભાળતો હતો. પોલીસ અતીક-અશરફ સાથે બેઝ પર પહોંચી અને હથિયારો રિકવર કરીને પરત ફરી હતી.
લગભગ એક કલાક બાદ અતીક-અશરફ મેડિકલ ચેકઅપ માટે પ્રયાગરાજ મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા હતાં. જ્યારે ત્રણેય શૂટર્સ કેટલાક મીડિયા કર્મચારીઓના સ્વાંગમાં આવ્યા હતાં અને અચાનક અતીક-અશરફ પર 18 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસ કંઈ સમજી શકે ત્યાં સુધીમાં બંને માફિયા ભાઈઓ લોહીના ખાબોચિયામાં પડી ગયા હતા. હત્યાકાંડને અંજામ આપ્યા બાદ શૂટરોએ આત્મસમર્પણ કર્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
