Homeગુર્જર નગરીએ..એ..એ ગયો ! યુવક એક્ટીવા લઈને જતો હતો અને અચાનક ખાડો પડી...

એ..એ..એ ગયો ! યુવક એક્ટીવા લઈને જતો હતો અને અચાનક ખાડો પડી ગયો ! જૂઓ જીંદગી અને મોત વચ્ચેનો ભયાનક વીડિયો

Team Chabuk-Gujarat Desk: અમદાવાદના સરખેજના ફતેવાડી વિસ્તારમાં રોડ પર ભૂવો પડતાં એક્ટિવા સાથે એક યુવક ભૂવામાં પડ્યો હતો. સદનસીબે યુવકનો જીવ બચી ગયો પરંતુ એક તબક્કે તો યુવકનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો. યુવક અચાનક ભૂવામાં પડતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. બાદમાં સ્થાનિકોએ દોરડાની મદદથી યુવકને બહાર કાઢ્યો હતો. એક્ટિવા લઈને ભૂવામાં પડતા યુવકના CCTV પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે યુવક રસ્તાની સાઈડમાંથી મુખ્ય રોડ પર જઈ રહ્યો છે. આ દરમિયાન જ તેની એક્ટિવાનું પાછલું વ્હીલ ફસાય જાય છે. યુવકનું બેલેન્સ બગડે છે. આ જોતા જ આસાપાસના લોકો યુવકને પકડવા જાય છે જો કે, જોતજોતામાં જ યુવક અને તેનું એક્ટીવા બને ભૂવામાં પડી જાય છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, સરખેજના ફતેવાડી કેનાલ પાસે લમ્બે પાર્ક નજીક આતિફખાન પઠાણ એક્ટિવા લઈને પસાર થતો હતો. ત્યારે અચાનક જ એક્ટિવાનો પાછળનો ભાગ થોડો ખાડામાં પડ્યો હોય એવું તેને લાગ્યું હતું અને જેવો ઊતરીને તે જોવા જતો હતો ત્યાં જ મોટો ખાડો પડ્યો અને તે એક્ટિવા સાથે અંદર ખાબક્યો. થોડો સમય તો બચાવવા આવેલા લોકો પણ ત્યાંથી દૂર થઈ ગયા હતા.

ભોગ બનનાર આતિફખાન પઠાણે જણાવ્યું હતું કે બુધવારે બપોરે 1 વાગ્યાના અરસામાં હું ફતેહવાડીમાં આવેલા લમ્બેપાર્ક નજીક કરિયાણું લેવા ગયો હતો. દુકાનથી થોડે દૂર રોડ પર મારા એક્ટિવાનું પાછળનું વ્હીલ ખાડામાં ફસાયું હોવાનું જણાયું. ટાયર બહાર કાઢવાનો પ્રયાસ કરું એ પહેલાં અચાનક આખેઆખો રોડ બેસી ગયો. હું એક્ટિવા છોડીને દૂર ખસવા ગયો ત્યારે ખાડો મોટા ભૂવામાં ફેલાઈ ગયો અને હું એક્ટિવા સાથે જ ગરકાવ થયો. અંદર પાઈપ હોવાથી મેં પકડી લીધી અને તેના પર ટીંગાયેલો રહ્યો. લોકોએ દોરડું નાખ્યું અને એને પકડીને મને બહાર કાઢ્યો હતો, પણ એક્ટિવા ગરકાવ થઈ ગયું.

બનાવની જાણ થયા બાદ AMCની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બેરિકેડ લગાવી ભૂવાને કોર્ડન કર્યો હતો. સાથે જ રસ્તાનું સમારકામ પણ શરૂ કર્યું હતું. બીજી તરફ ચોમાસાની શરૂઆતમાં જ આવા દ્રશ્યો સામે આવતા શહેરીજનો ચિંતામાં મુકાયા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments